નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના ચાંદ બાગ પુલિયાની કેનાલ પાસેથી IB સિપાહી અંકિત શર્માનો મૃતદેહ મળી આવ્યો છે, ત્યારે તેમની હત્યા હિંસક બનેલા ટોળા દ્વારા થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે, તો બીજી તરફ આ હિંસા અટકવાનું નામ જ લઈ રહી નથી. મોતના આંકડામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે તંત્ર આ મુદ્દે ગોકળગાયની ગતિએ કાર્યવાહી કર્યુ હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આમ, દિલ્હીના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી હિંસા થઈ રહી છે. જેમાં અત્યાર સુધી 24 લોકોના મોત થયાં છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. તો હજુ પણ આ આંકડામાં વધારો થઈ શકે તેવી શંકા વ્યક્ત કરાઈ છે. આ હિંસક પ્રવૃત્તિઓ પોલીસના અંકુશની બહાર થઈ હોવાથી દિલ્હીમાં સેના તૈનાત કરવાની અપીલ કરાઈ રહી છે.
-
Delhi: Body of Intelligence Bureau Officer Ankit Sharma found in North East district's Chand Bagh area today. pic.twitter.com/WLDG0odk6P
— ANI (@ANI) February 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Delhi: Body of Intelligence Bureau Officer Ankit Sharma found in North East district's Chand Bagh area today. pic.twitter.com/WLDG0odk6P
— ANI (@ANI) February 26, 2020Delhi: Body of Intelligence Bureau Officer Ankit Sharma found in North East district's Chand Bagh area today. pic.twitter.com/WLDG0odk6P
— ANI (@ANI) February 26, 2020
નોંધનીય છે કે, સોમવારે ગોકુલપુરી વિસ્તારમાં થયેલી હિંસા દરમિયાન હેડ કોન્સ્ટેબલ રતનલાલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રતનલાલને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં થોડા સમય પછી ડૉક્ટરોએ રતનલાલને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવમાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે, ઈજાને કારણે તેનું મોત નીપજ્યું હતુ, પરંતુ મંગળવારે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાયું છે, જેમાં તેને ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે.
ફાયરિંગની ઘટના...
ઉત્તર-પૂર્વ દિલ્હીના ઘણા વિસ્તારોમાં હજૂ પણ હિંસાની ઘટનાઓ બની રહી છે. અનેક જગ્યાએથી ફાયરિંગની ઘટના બની છે. જેને લઈને મોટી સંખ્યામાં પોલીસના કાફલાઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઘટના દરમિયાન કવરેજ માટે ગયેલા એક પત્રકારને પણ ગોળી વાગી હતી, જેને જીટીબી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. ઉલ્લેખનીય છે કે, નાગરિકતા કાયદાને લઇને દિલ્હી સળગી રહી છે. રવિવારે મૌજપુરમાં હિંસા શરૂ થઇ પછી તે ઉત્તર-પૂર્વ દિલ્હીના ઘણા વિસ્તારોમાં ફેલાઈ હતી. આ હિંસામાં 17 લોકોના મોત થયા છે અને 200થી વધારે લોકો ઘાયલ છે. ગૃહપ્રઘાન અમિત શાહે શાંતિની અપીલ કરી હતી.
મુખ્યપ્રધાન કેજરીવાલનું ટ્વીટ કેન્દ્રને...
-
Delhi CM: Situation is alarming. Police, despite all its efforts, is unable to control the situation & instill confidence. Army should be called in & curfew should be imposed in rest of affected areas immediately. I am writing to the Home Minister to this effect. (file pic) pic.twitter.com/x9eifxSX3T
— ANI (@ANI) February 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Delhi CM: Situation is alarming. Police, despite all its efforts, is unable to control the situation & instill confidence. Army should be called in & curfew should be imposed in rest of affected areas immediately. I am writing to the Home Minister to this effect. (file pic) pic.twitter.com/x9eifxSX3T
— ANI (@ANI) February 26, 2020Delhi CM: Situation is alarming. Police, despite all its efforts, is unable to control the situation & instill confidence. Army should be called in & curfew should be imposed in rest of affected areas immediately. I am writing to the Home Minister to this effect. (file pic) pic.twitter.com/x9eifxSX3T
— ANI (@ANI) February 26, 2020
દિલ્હીમાં વકરી રહેલી હિંસા અંગે મુખ્યપ્રધાન કેજરીવાલે ટ્વીટ કર્યુ હતું. જેમાં તેમણે દિલ્હીને સેનાને હવાલે કરવા કેન્દ્રીય ગૃહપ્રધાનને અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું કે, "હું સતત દિલ્હીમાં ઘણાં લોકોના સંપર્કમાં છું. અત્યારે સ્થિતિ તણાવપૂર્ણ છે. પોલીસ તેમના તમામ પ્રયત્નો પછી પણ સ્થિતિ સંભાળી નથી શકતી. આ સંજોગોમાં હવે સેનાને તહેનાત કરવી જોઈએ અને પ્રભાવિત વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દેવો જોઈએ. હું આ વિશે કેન્દ્રીય ગૃહ મંત્રીને ચિઠ્ઠી લખી રહ્યો છું"