ETV Bharat / bharat

કન્નૌજમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 10 લોકો ઘાયલ

author img

By

Published : Jun 10, 2020, 3:34 PM IST

યુપીના કન્નૌજમાં ટુરિસ્ટ બસ અને ડીસીએમ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના 10 લોકો અને 2 અન્ય લોકો ઘાયલ થયા છે. હાલ તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે.

અકસ્માત

ઉત્તરપ્રદેશઃ યુપીના કન્નૌજમાં બપોરે 2 વાગ્યે ટુરિસ્ટ બસ અને DCM વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના 10 લોકો અને 2 અન્ય લોકો ઘાયલ થયા છે. હાલ તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. જ્યાં ચારની હાલત નાજુક હોવાથી તેમને કાનપુર હલાત હોસ્પિટલમાં રિફર કરાયા છે. મળતી માહિતી પ્રમાણે, આ લોકો લગ્નના સંબંધમાં ગોંડા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

એક ટુરિસ્ટ બસ કન્નૌજના જલાલાબાદ પાસે આવેલા મિરગાવમાં એક લગ્નમાં ખુર્ઝાથી ગોંડા જઈ રહી હતી. તે દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક એક જ પરિવારના 10 લોકો અને 2 અન્ય લોકો ઘાયલ થયા છે. જેમાં દુલ્હન સહિતના તેના પિતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે ચાર લોકોની હાલત નાજુક હોવાથી તેમને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. બાદમાં તેમને કાનપુર હોસ્પિટલ રિફર કરાયા હતા. હાલ, 8 લોકોની સારવાર જિલ્લા હૉસ્પિટલમાં થઈ રહી છે.

આ કેસ અંગે માહિતી આપતાં જિલ્લા હોસ્પિટલની ઇમરજન્સીમાં ફરજ બજાવતા ડૉ.સતેન્દ્ર સાહુએ જણાવ્યું હતું કે, લગભગ સવા બે કલાકે દસ બાર દર્દીઓને ઈજાગ્રસ્ત હાલતમાં લવાયા હતા. તેમનો લગ્નમાં જતી વખતે અકસ્માત થયો હતો. જેમાં કુલ 12માંથી 4 વ્યક્તિને ગંભીર હાલતમાં કાનપુર હેલ્થ રિફર કરાઈ હતી. બાકી 8 લોકો સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.