ETV Bharat / bharat

CWCની બેઠકમાં આરોપ-પ્રત્યારોપનો દોર, રાહુલના આરોપો પર આઝાદ-સિબ્બલના સણસણતા જવાબ - ભૂપેશ બઘેલ

ચૂંટણીઓમાં મળતી હાર અને સંગઠનમાં સુધારો લાવવા કોંગ્રેસના 23 નેતાઓએ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો હતો. આ પત્રની નોંધ લેતા કોંગ્રેસ પક્ષ આજે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક યોજાઈ છે. દિલ્હીમાં દેખાવ કરતા કાર્યકર્તાઓએ કહ્યું કે, ગાંધી પરિવારના બહારની વ્યક્તિ અધ્યક્ષ બનશે તો પાર્ટી તૂટશે. બેઠકમાં CWCની બેઠકમાં આરોપ-પ્રત્યારોપનો દોર ચાલ્યો હતો. ગુલામ નબી આઝાદ પછી વધુ એક નેતા કપિલ સિબ્બલે રાહુલના આરોપોનો જવાબ ટ્વિટર પર જવાબ આપ્યો છે. સિબ્બલે કહ્યું- છેલ્લા 30 વર્ષ દરમિયાન મેં કોઈ પણ મુદ્દે ભાજપના પક્ષમાં નિવેદન નથી આપ્યા, તેમ છતા મારા આરોપ લગાવાઈ રહ્યાં છે.

cwc-meet-today
આજે CWCની બેઠક, પક્ષ નેતાઓ બે જૂથમાં વહેંચાયા
author img

By

Published : Aug 24, 2020, 7:19 AM IST

Updated : Aug 24, 2020, 6:04 PM IST

  • રાહુલે ભાજપ સાથે સાંઠગાંઠની વાત નથી કરી: ગુલામ નબી આઝાદ
  • સોનિયાએ જવાબદારી સંભાળવી જોઈએ: કમલનાથ
  • કોંગ્રેસે હવે સ્વદેશી ગાંધી તરફ પરત ફરવું જોઇએ : ઉમા ભારતી
  • રાહુલ ફરી બનશે અધ્યક્ષ : અહમદ પટેલ
  • પાર્ટીના વરિષ્ઠ નેતા અહમદ પટેલે રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ સંભાળવાનો અનુરોધ કર્યો હતો
  • ગુલામ નબી આઝાદ પછી ચિઠ્ઠી લખનાર વધુ એક નેતા કપિલ સિબ્બલે રાહુલના આરોપોનો જવાબ ટ્વિટર પર આપ્યો છે. બાદમાં ટ્ટીવ ડીલિટ કરી છે.
  • સિબ્બલે કહ્યું- છેલ્લા 30 વર્ષ દરમિયાન મેં કોઈ પણ મુદ્દે ભાજપના પક્ષમાં નિવેદન નથી આપ્યા, તેમ છતા મારા આરોપ લગાવાઈ રહ્યાં છે.
  • કોંગ્રેસમાં ફેરફાર અંગે પાર્ટીના 23 નેતાઓની ચિઠ્ઠી અંગે કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં ખેંચતાણ થઈ હતી.
  • રાહુલ ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ તથા કપિલ સિબ્બલ સામ સામે આવી ગયા છે.
  • રાહુલે ચિઠ્ઠીના ટાઈમિંગ અંગે સવાલ કર્યા છે અને નારાજગી વ્યક્ત કરી છે.
  • રાહુલે કહ્યું- જ્યારે સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ હતા, એ વખતે પાર્ટી લીડરશીપને લેટર શા માટે મોકલવામાં આવ્યો.
  • આ ચિઠ્ઠી ભાજપની મિલીભગતથી મોકલવામાં આવી છે. એવી ચર્ચા પણ ચાલી રહી છે.
  • કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદ છોડવાની રજુઆત કરી છે, કહ્યું- મને રિપ્લેસ કરવાની પ્રક્રિયા શરૂ કરો.
  • CWCની બેઠકમાં સોનિયા ગાંધી, મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી, પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહ સહિત 40થી વધુ નેતા સામેલ થયા હતા.
  • કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક પહેલા કોંગ્રેસ કાર્યાલયની બહાર પાર્ટી કાર્યકર્તા હાથમાં બેનર લઈને પહોંચ્યા હતા.
  • કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વના મુદ્દે ચર્ચા થઈ,
  • કાર્યકર્તાઓએ કહ્યું- ગાંધી પરિવારના બહારની વ્યક્તિ અધ્યક્ષ બનશે તો પાર્ટી તૂટશે
  • કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક પહેલા પાર્ટીમાં ફેરફારની માંગ
  • અશોક ગેહલોત, અમરિંદર સિંહ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધી પર વિશ્વાસ વ્યક્ત કર્યો
  • વચગાળાના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીએ એક વર્ષનો કાર્યકાળ 10 ઓગસ્ટે પુરો કર્યો
  • વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી આ બેઠકમાં નવા પાર્ટી પ્રમુખ ચૂંટવા માટે કહી શકે છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા શરૂ થઈ ગઈ છે.
  • દિલ્હી ખાતે પાર્ટી કાર્યાલયની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓએ દેખાવ કર્યા હતાં
  • જો ગાંધી પરિવારના બહારની વ્યક્તિ અધ્યક્ષ બનશે તો પાર્ટી તૂટશે.
  • કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં કુલ 48 સભ્ય સામેલ થયાં છે.
  • CWCમાં ચાર રાજ્યોના મુખ્ય પ્રધાન હાજર રહેશે.
  • મધ્યપ્રદેશના પૂર્વ પ્રભારી દીપક બાબરિયા અને રાજસ્થાનના પૂર્વ પ્રભઆરી અવિનાશ પાંડે હાજર નહીં રહે.
  • અજય માકન રાજસ્થાન પ્રભારી મહાસચિવ તરીકે સામેલ થશે.
  • કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક પહેલા કોંગ્રેસ કાર્યાલયની બહાર પાર્ટી કાર્યકર્તા હાથમાં બેનર લઈને પહોંચ્યા હતાં

નવી દિલ્હીઃ ચૂંટણીઓમાં મળતી હાર અને સંગઠનમાં સુધારો લાવવા કોંગ્રેસના 23 નેતાઓએ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો હતો. આ પત્રની નોંધ લેતા કોંગ્રેસ પક્ષ આજે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક યોજાઈ છે. આમ, નેતાઓના પત્રનો સોનિયા ગાંધીએ પણ વિધિવત રીતે જવાબ આપ્યો છે. આ CWCની બેઠક હાલ શરૂ છે. જેમાં શરૂઆતમાં સોનિયા ગાંધીએ વચગાળાનું અધ્યક્ષ પદ છોડવાની વાત કરી હતી. જો કે, હજુ પણ કોંગ્રેસના નેતાઓ બે જૂથમાં વહેંચાયેલા છે.

મહત્વનું છે કે, કોંગ્રેસમાં સોનિયા ગાંધીએ વચગાળાના અધ્યક્ષ તરીકે એક વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. જો કે, સોનિયા ગાંધીએ પક્ષના વચગાળાના અધ્યક્ષ તરીકે રાજીનામુ આપી દેવાનો નિર્ણય કરી લીધો છે, પણ કેટલાક નેતાઓ આ બાબતનો સ્વીકાર કરવા તૈયાર નથી, તો કેટલાક નેતાઓ કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર કરવાની માંગ કરી રહ્યાં છે. આમ, કોંગ્રેસના નેતાઓ જ બે જૂથમાં વહેચાઈ ગયાં છે.

એક તરફ કોંગ્રેસમાં સંગઠન સ્તર પર મોટા ફેરફાર કરવાની ચર્ચાઓ ચાલી રહી છે, પક્ષ પણ બે જૂથમાં વહેચાયેલો દેખાઈ રહ્યો છે. એક જૂથ પક્ષના નેતૃત્વ સહિત સંગઠનમાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવાની માંગ કરી રહ્યું છે. જ્યારે બીજુ જૂથ ગાંધી પરિવારને પડકાર આપવાની બાબતને અયોગ્ય ગણાવી રહ્યું છે. આ અંગે કોંગ્રેસના નેતા સંજય નિરુપમ ઉપરાંત પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે ગાંધી પરિવારના નેતૃત્વને પડકારવાની બાબતનો વિરોધ કરી રહ્યાં છે.

કોંગ્રેસનું એક જૂથ રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવા માંગે છે. દેશભરના કાર્યકર્તા રાહુલને અધ્યક્ષ તરીકે ફરી જોવા ઈચ્છે છે,આ અંગે છત્તીસગઢના CM ભૂપેશ બઘેલે રાહુલ ગાંધીને પક્ષના અધ્યક્ષ બનાવવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે, કોંગ્રેસ પક્ષ નવા અધ્યક્ષની પસંદગી કરે છે કે ફરી પાછા વચગાળાના અધ્યક્ષ બનાવશે. એ તો આવનારો સમય જ બતાવશે.

ભાજપ નેતા ઉમા ભારતીએ પણ કોંગ્રેસને સૂચન કર્યું છે. ઉમા ભારતીએ કહ્યું કે, હવે કોંગ્રેસે ગાંધી તરફ પાછા ફરવું જોઈએ અને તે વિચારે છે કે કોંગ્રેસના કોઈ વૃદ્ધ વ્યક્તિએ કોંગ્રેસનું નેતૃત્વ કરવું જોઈએ, જે ગાંધીવાદી વિચાર રાખતા હોય. તેમને અસલી ગાંધી તરફ પરત ફરવું જોઈએ. જેમાં વિદેશીનું કોઈ એલિમેંટ ન હોય. તેમણે કોંગ્રેસને સૂચન આપ્યું કે કોંગ્રેસને વિદેશી ગાંધીથી મુક્ત થવું જોઈએ અને સ્વદેશી ગાંધી તરફ આગળ વધવું જોઈએ.

AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વિટ કર્યું કે, "આદર્શ ન્યાયમૂર્તિ, ગુલામ નબી સાહેબ તમે મારા પર આવા જ આરોપો લગાવતા હતા. તેમણે કહ્યું કે ગુલામ નબી સાહેબ તમારા ઉપર પણ આ જ પ્રકારનો આરોપ લાગ્યો છે. ગુલામીના 45 વર્ષ ફક્ત એટલા માટે? હવે તે સાબિત થઈ ગયું છે કે જનેઉધારી નેતૃત્વનો વિરોધ કરનાર બી-ટીમ જ ગણાશે. તેમણે કહ્યું કે અમને આશા છે કે મુસ્લિમ સમુદાયના લોકો પણ સમજી જશે કે કોંગ્રેસ સાથે રહીને શું થાય છે અને તેમનું મૂલ્ય શું છે."

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે સોનિયા ગાંધીને પાર્ટી અધ્યક્ષ તરીકે રહેવાની અપીલ કરી છે. કમલનાથે કહ્યું કે, સોનિયા ગાંધીએ જવાબદારી લેવી જોઈએ. જોકે ટ્વિટ દ્વારા મેં આ વાત કરી હતી.

ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ અંગે સોનિયા ગાંધીને પત્ર લખવાની બાબતમાં જણાવ્યું હતું કે, 'રાહુલ ગાંધીએ ભાજપ સાથે જોડાણમાં લખાયેલા પત્ર વિશે, કે સીડબ્લ્યુસીની બેઠકમાં કોંગ્રેસના કામ અંગે ક્યારે પણ કંઇ કહ્યું નથી.

Last Updated : Aug 24, 2020, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.