વારાણસી: કોરોનાના પોઝિટિવ કેસોમાં અચાનક થઈ રહેલા વધારા બાદ કોરોના વાઈરસ સામેની લડતમાં ભારતીય રેલ પણ જોડાઈ છે. ટ્રેનના કોચને આઇસોલેશન વોર્ડમાં તબદીલ કરવામાં આવી રહ્યા છે.
સરકારે ભારતીય રેલવેની મદદથી હોસ્પિટલોની સંખ્યામાં વધારો કરવાની યોજના બનાવી છે. આ પહેલના ભાગરૂપે, ઉત્તર પૂર્વી રેલવે વારાણસીને મંત્રાલય વતી 32 કોચને કોવિડ-19 કેર સેન્ટર તરીકે વિકસાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ઉત્તર પૂર્વી રેલ્વેએ વારાણસીના માંડુવાડીહ ડેપો વર્કશોપમાં 20 કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવવાની શરૂઆત કરી છે, જ્યારે ગોરખપુરમાં 12 કોચ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ દરમિયાન ઇટીવી ભારત રેલ્વે કોચોને આઇસોલેશન વોર્ડમાં ફેરવવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા ગયા હતા. ટ્રેનની સ્લીપર કોચમાં મૂવિંગ કેર યુનિટ માટેની અલગ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે. મધ્યમ બર્થ દૂર કરવામાં આવી છે અને 2-2 બર્થ એકબીજા સાથે સમાંતર હશે. કોચમાં સામાન્ય રીતે બે વોશરૂમ હોય છે, પરંતુ હવે તેનો ઉપયોગ ન્હાવા માટે કરવામાં આવશે. ડૉકટરો અને નર્સો માટે કેર યુનિટ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ અને અન્ય આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
રેલવે દ્વારા હાથ ધરાયેલી તૈયારીઓ વિશે ઇટીવી ભારત સાથે વાત કરતાં વારાણસીના ડીઆરએમ વિજયકુમાર પાંઝિયરે કહ્યું કે,બે કોચ તૈયાર થઈ જશે અને ગોરખપુરમાં 12 કોચ પર કામ ચાલુ છે. આ કોચ છપરામાં જશે. 20 કોચ તૈયાર જરૂરિયાત મુજબ જુદા જુદા સ્થળોએ રાખવામાં આવશે. રેલવે કોરોના વાઈરસ સાામેની લડાઈમાં દેશની સેવા કરવા માટે તૈયાર છે.