હૈદરાબાદ: કોવિડ -19 રોગચાળો દેશના લગભગ તમામ રાજ્યોમાં ફેલાઇ રહ્યો છે. સંક્રમિતો વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. જો કે, સંક્રમિતના રિકવરીના દરથી થોડી રાહત છે. શુક્રવારે ભારતમાં 24 કલાકમાં 20,903 કોવિડ -19 ના સૌથી વધુ કેસ નોંધાયા છે. આ નવા કેસો સાથે, ભારતની કોરોના વાઇરસની સંખ્યા વધીને 6,25,544 પર પહોંચી છે, જેમાંથી 2,27,439 દર્દીઓ સક્રિય છે જ્યારે 3,79,891 દર્દીઓ સાજા થયા છે.
![ભારતમાં કોરોનાની હાલની સ્થિતિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7879004_i.jpg)
ગુજરાત
રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 687 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 18 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 34,686 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લાં 24 કલાકમાં 340 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
નવી દિલ્હી
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું હતું કે દિલ્હીવાસીઓ અને સરકારોના સંયુક્ત પ્રયાસોને કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના વાઇરસના કેસોમાં ઘટાડો થયો છે. 23 જૂને રાજધાનીમાં સૌથી વધુ કેસો નોંધાયા હતા, પરંતુ તે પછીથી સંખ્યા સતત નીચે આવી છે. જૂનનાં મધ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ વચ્ચે અનેક બેઠકો યોજાઇ હતી.
બિહાર
પટણા જિલ્લાના પાલિગંજ સબ-ડિવિઝનમાં લગ્ન સમારંભમાં 100 થી વધુ મહેમાનોનો કોવિડ ટેસ્ટ પોઝિટોવ આવ્યો હતો.દુલ્હનના પિતા સામે એફઆઈઆર નોંધાઈ છે. ભારે તાવ પછી વાઇરસના ચેપથી વરરાજાનું મોત નીપજ્યું.
આશરે 50 લોકો પર માસ્ક ન પહેરવાનો અને સામાજિક અંતર ન જાળવવા સહિતના COVID-19 પ્રોટોકોલનું પાલન કર્યા વિના લગ્નમાં જોડાવાનો આરોપ છે.
રાજસ્થાન
પ્રતાપગઢ જિલ્લામાં હવે એવા કેસ સામે આવી રહ્યા છે જે જેલના વિસ્તારની નજીક હોય. આ વિસ્તારમાં એક જ દિવસમાં 31 નવા કેસ નોંધાયા છે.
કર્ણાટક
આણંદ રાવ સર્કલ ખાતે રાજ્યના આરોગ્ય વિભાગની મુખ્ય કચેરીએ કર્મચારીઓનો પોઝિટિવ કેસ બાદ તેને સીલ કરી દેવામાં આવી છે. અહેવાલો અનુસાર, કમિશનર પોઝિટિવ આવ્યા છે અને આગામી 24 કલાક સુધી ઓફિસ સીલ રહેશે. કચેરી પરિસરની સફાઇ કરવામાં આવશે અને આગામી દિવસોમાં તમામ પ્રાથમિક સંપર્કોને અલગ પાડવામાં આવશે.
ઝારખંડ
રાજ્યના પૂર્વ સિંઘમ જિલ્લામાં 19 સૈનિકો સહિત કુલ 45 નવા કેસ નોંધાયા છે જેઓ રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) નો ભાગ છે. આ દરમિયાન લાતેહર જિલ્લામાં સ્થિત સીઆરપીએફ જવાન પણ પોઝિટિવ આવ્યો હતો.
હિમાચલ પ્રદેશ
રાજ્યના કુલ કેસો 1000 ને વટાવી ગયા છે સંક્રમમની સંખ્યા 1021 પર પહોંચી છે, જેમાં 344 સક્રિય કેસ અને આઠ મૃત્યુ થયા છે. અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં કુલ 654 લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે.
ઉત્તરપ્રદેશ
શુક્રવારે ઉત્તરપ્રદેશમાં કોવિડ - 19 ને કારણે મૃત્યુઆંક 749 પર પહોંચી ગયો છે, જ્યારે 982 લોકો સંક્રમિત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 25,797 થઈ ગઈ છે.