નવી દિલ્હી: દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. બુધવારે કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 28,36,926 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, મૃત્યુઆંક વધીને 53,866 પર પહોંચી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 69,652 નવા કેસ નોંધાયા છે. આ સિવાય દેશમાં 977 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોનાના 6,86,395 સક્રિય કેસ છે. તે જ સમયે, 20,96,665 લોકો આ સંક્રમણથી સ્વસ્થ થયા છે. આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. કોરોનાથી યુદ્ધ જીતનારા લોકોની સંખ્યા 28 લાખને વટાવી ગઈ છે. પુન:પ્રાપ્તિ દર 73.91 ટકા છે. જ્યારે મૃત્યુ દર 1.90 ટકા છે.
કોરોનાથી પ્રભાવિત મુખ્ય 5 રાજ્યો
રાજ્ય | કુલ આંકડા |
મહારાષ્ટ્ર | 6,15,477 |
તમિલનાડુ | 3,49,654 |
આંધ્રપ્રદેશ | 3,06,261 |
કર્ણાટક | 2,40,948 |
ઉત્તરપ્રદેશ | 1,62,434 |
કોરોનાથી સૌથી વધુ મત્યું આ રાજ્યોમાં થયું
રાજ્ય | મૃત્યું |
મહારાષ્ટ્ર | 20,687 |
તમિલનાડુ | 6,007 |
દિલ્હી | 4,226 |
કર્ણાટક | 4,201 |
ગુજરાત | 2,820 |