નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં 96,551 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે જ 1209 લોકોના મોત થયા છે. જે બાદ કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 45,62,415 પર પહોંચી ગઇ છે. જેમાં 9,43,480 સક્રિય કેસ છે.
ICMR એ જણાવ્યું કે, 10 સપ્ટેમ્બર સુધી કોરોનાના કુલ 5,40,97,975 નમૂના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11,63,542 નમૂના ગઇ કાલે ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.