નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સંક્રમણને કારણે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 465 લોકોના મોત થયા છે. દેશભરમાં મૃતકોની કુલ સંખ્યા 14,476 પહોંચી છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમણના 15,968 નવા કેસ સામે આવ્યા બાદ કુલ આંકડો 4,56,183 થયો છે. જેમાંથી 1.83 લાખથી વધુ કોરોનાના એક્ટિવ કેસ છે, જ્યારે 2.58 લાખથી વધુ લોકો સ્વસ્થ થયા છે.
સંક્રમણના સૌથી વધુ કેસવાળા શીર્ષ પાંચ રાજ્યો
બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિતથી સૌથી વધુ પ્રભાવિત પાંચ રાજ્યો- મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ છે. જેમાં મહારાષ્ટ્ર મોખરે છે, જ્યાં કુલ 1,39,010 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે બાદ દિલ્હી (66,602), તમિલનાડુ (64,603), ગુજરાત (28,371) અને ઉત્તર પ્રદેશ (18,893) છે.
સંક્રમણથી સર્વાધિક મોત થનારા શીર્ષ પાંચ રાજ્યો
કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં સૌથી વધુ 6,531 મોત પણ મહારાષ્ટ્રમાં જ થઇ છે. જેની પાછળ દિલ્હી (2,301), ગુજરાત (1,710), તમિલનાડુ (833) અને ઉત્તર પ્રદેશ (588) તેમજ પશ્ચિમ બંગાળ (580) છે.