બેંગ્લુરુઃ કર્ણાટકનાં મુખ્યપ્રધાન બીએસ યેદીયુરપ્પાએ ગુરુવારથી શહેરમાં રહેતા ગરીબ પરિવારોને દૂધ વિતરણની વ્યવસ્થા ગોઠવી છે.
મુખ્ય પ્રધાને રાજ્યના અશ્વથ નગરમાં ઝૂંપડપટ્ટીની સાંકડી ગલીઓ ફરી ગરીબ પરિવારોને દૂધના પેકેટ આપ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન સી એન અશ્વથ નારાયણ, મંત્રી શિવારામ હેબર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમની સાથે હતા.
દૂધ ઉત્પાદન અંગે યેદીયુરપ્પાએ બુધવારે કહ્યું હતું કે, રાજ્યમાં 69 લાખ લિટર દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે. જેમાં 42 લાખ લિટર દૂધનું વેચાણ થતું નથી.
રાજ્ય સરકારે બુધવારે અનાજ, શાકભાજી અને દૂધનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવાના ઘણાં પગલાં લીધા હતા.