ETV Bharat / bharat

કોરોના કહેર : દેશમાં સંક્રમિતોની સંખ્યા 6400ને પાર, 12 કલાકમાં 547 નવા કેસ 30ના મોત - positive cases in India

દેશમાં કોરોના વાઇરસના સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાં લોકોને માસ્ક પહેરવા ફરજિયાત કરી નાખ્યા છે. આ વચ્ચે દેશમાં વર્તમાનમાં સંક્રમિત લોકોની સંખ્યા 6412 પર પહોંચી છે અને 199 લોકોના મોત નિપજ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર અત્યાર સુધીમાં 503 લોકોના સ્વાસ્થ્યમાં સુધાર પણ આવ્યો છે.

સંક્રમિતોની સંખ્યા 6400ને પાર, 12 કલાકમાં 547 નવા કેસ 30ના મોત

author img

By

Published : Apr 10, 2020, 10:51 AM IST

નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસના સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાં લોકોને માસ્ક પહેરવા ફરજિયાત કરી નાખ્યા છે. આ વચ્ચે દેશમાં વર્તમાનમાં સંક્રમિત લોકોની સંખ્યા 6412 પર પહોંચી છે અને 199 લોકોના મોત નિપજ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર અત્યાર સુધીમાં 503 લોકોના સ્વાસ્થ્યમાં સુધાર પણ આવ્યો છે.

ઓડિશા દેશનું પ્રથમ એવુ રાજ્ય છે કે જેમાં લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવામાં આવ્યું છે અને 17 જૂન સુધી સ્કુલ બંધ કરવાની જાહેરાત કરી છે.

ગ્રાફ
ગ્રાફ

કર્ણાટક, તમિલનાડુ અને છતીસગઢ સહિત કેટલાક રાજ્યોએ કહ્યું કે આવનારા દિવસોમાં 21 દિવસના લોકડાઉનમાં વધારો કરવા પર નિર્ણય લેશુ.

ગુજરાત, બિહાર, ઓડિશા, કર્ણાટક, ઝારખંડ, છતીસગઢ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ સહિત અન્ય સ્થાનો પરથી સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે જ્યારે મહારાષ્ટ્રમાં 97 લોકોના મોત સાથે સંક્રમિતોની સંખ્યા 1300 પર પહોંચી છે.

પંજાબ સંક્રમિતમાં 100ને પાર

રાજ્યમાં ગઇકાલે નવા 8 કેસ નોંધાયા હતા. જેના પગલે રાજ્યમાં આ આંકડો 100ને પાર પહોંચ્યો છે અને 101 લોકો સંક્રમિત મળી આવ્યા છે.

ગુજરાત સંક્રમિતમાં 308 કેસ

રાજ્યમાં આજરોજ બેના મોત સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 308 પર પહોંચી છે જ્યારે 19 લોકોના મોત નિપજ્યા છે.

રાજસ્થાનમાં સંક્રમિતોની સંખ્યા 400ને પાર

રાજ્યમાં ગઇકાલે 30 નવા કેસ સામે આવતાની સાથે સંક્રમિતોની સંખ્યા 463 પર પહોંચી છે.

દિલ્હી સંક્રમિતોમાં 600ને પાર

રાજધાનીમાં 20 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કર્યા છે. આ ઉપરાંત સંક્રમિતોમાં દિલ્હી 720 પર પહોંચ્યું છે.

ઉત્તર પ્રદેશમાં સંક્રમિતોના 410 કેસ

રાજ્યમાં મુખ્ય પ્રધાનના આદેશ સાથે કુલ 15 જિલ્લાઓને સીલ કરી દેવાયા છે. આ ઉપરાંત યોગી સરકારે મહત્વની જાહેરાત કરતા ફરજ પર હાજર રહેનારા પોલીસ કર્મીને 50 લાખ રૂપિયાનું વીમા પેકેજ પમ જાહેર કર્યુ છે.

મધ્ય પ્રદેશમાં 259 સંક્રમિતો

રાજ્યમાં કેપીટલ સીટી ભોપાલ સહીત ઇન્દોર અને ઉજ્જૈનને સીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ તકે તંત્ર પ્રજાજનો સુધી જરૂરી ચીજ વસ્તુઓ પહોંચાડશે. રાજ્યમાં જો કુલ કેસની વાત કરવામાં આવે તો કુલ 259 લોકો સંક્રમિત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.