ETV Bharat / bharat

કોરોના કહેર : દેશમાં સંક્રમિતોની સંખ્યા 5700ને પાર, રાજધાનીના 20 વિસ્તાર હોટસ્પોટ જાહેર - રાજધાની દિલ્હી

કોરોના વાઇરસનો ધીરે ધીરે ફેલાવો થઇ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 5734 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 166 લોકોના મોત નિપજ્યા છે. આ સમગ્ર ઉતાર ચઢાવની પરિસ્થિતિ વચ્ચે મહત્વની વાત એ છે કે 472 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

દેશમાં સંક્રમિતોની સંખ્યા 5700ને પાર, રાજધાનીના 20 વિસ્તાર હોટસ્પોટ જાહેર

author img

By

Published : Apr 9, 2020, 10:15 AM IST

દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 5734 પર પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્નારા બહાર પાડેલા આંકડાઓ અનુસાર 5095 લોકોની સારવાર ચાલી રહી છે. આ વાઇરસથી અત્યાર સુધીમાં 166 લોકોના મોત પણ નિપજ્યા છે. 472 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

ગ્રાફ
ગ્રાફ

રાજધાનીની સ્થિતિ

દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં અનુસાર, મંગળવારની સ્થિતિને ધ્યાને લેતા કોરોના વાઇરસના રાજધાનીમાં કુલ કેસ વધીને 576 પર પહોંચ્યા છે, જેમાં એક જ દિવસમાં 51 કેસ સામે આવ્યા છે. જ્યારે બે લોકોના મોત નિપજ્યા છે. ગંભીર સ્થિતિને ધ્યાને લેતા રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસના સંક્રમણને પગલે 20 વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો

લોકડાઉન વચ્ચે 15માં દિવસે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સંક્રમણના 117 કેસ સામે આવ્યા હતા. જેના પગલે અત્યાર સુધીમાં આ આંકડો 1135 પર પહોંચ્યો છે. જેમાંથી એક જ દિવસમાં મુંબઇમાં 72 કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનિય છે કે મંગળવારના રોજ વધુ 150 લોકોને કોરોના વાઇરસનું સંક્રમણ થયાનું સામે આવ્યુ હતુ. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં બુધવારે કોરોના વાઇરસના સંક્રમણથી 45 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે શહેરમાં સંક્રમિતોની સંખ્યા 714 પર પહોંચી છે.

મધ્ય પ્રદેશમાં સંક્રમિત 300ને પાર

રાજ્યમાં વધુ 22 કેસ પોઝિટિવ સામે આવ્યા હતા. જેના પગલે રાજ્યના કેપીટલ ઇન્દોરમાં આ સંખ્યા 173 પર પહોંચી છે. આ ઉપરાંત 15થી વધુ દર્દીઓના મોત પણ નિપજ્યા છે.

રાજસ્થાનમાં સંક્રમિતોની સંખ્યા 350 નજીક

સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં અનુસાર સંક્રમિતોના 5 નવા કેસ સામે આવ્યા હતા. હાલમાં સ્થિતિ થોડી નિયંત્રણમાં છે. કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 348 પર પહોંચી છે.

ઉત્તર પ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા 332

સંક્રમિતોની વધતી સંખ્યાને ધ્યાને રાખીને મુખ્ય પ્રધાને મહત્વની જાહેરાત કરી છે. જેમાં ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મીને 50 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવશે.

ગુજરાતમાં સંક્રમિતો 190

કોરોનાથી ગુજરાતમાં પણ 190 સંક્રમિતો નોંધાયા છે. જ્યારે જામનગરમાં એક બાળકનું મોત નિપજ્યુ હતુ. રાજ્યમાં કુલ 16 લોકોના મોત નિપજ્યા છે.

તેલંગણામાં 404 લોકો સંક્રમિત

રાજ્યમાં 404 લોકો સંક્રમિત મળી આવ્યા છે. જ્યારે 12 લોકોના મોત પણ નિપજ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.