દેશભરમાં 100થી વધુ મોત
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશભરમાં 4067 લોકો ચેપગ્રસ્ત છે. તેમાંથી 3666ની સારવાર ચાલી રહી છે અને 291ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે જ સમયે ચેપથી મૃત્યુઆંક વધીને 109 થઈ ગયો છે.
રાજસ્થાનમાં 8 નવા દર્દીઓ મળી આવ્યા
રાજસ્થાનમાં આઠ લોકોને વધુ કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. ઝુંઝુનુમાં પાંચ, ડુંગરપુરમાં બે અને કોટામાં એક. ઝુંઝુનુના પાંચ લોકો અને ડુંગરપુરના એક લોકોએ દિલ્હીમાં તબલીગી જમાત કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 274 પર પહોંચી ગઈ છે.
મધ્યપ્રદેશમાં 15 મોત
ભોપાલમાં રવિવારે રાત્રે કોરોના વાયરસથી 62વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ભોપાલમાં આ પહેલું મોત છે. ભોપાલ આરોગ્ય અધિકારીએ માહિતી આપી હતી કે મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 15 મૃત્યુ થયા છે.