ન્યૂઝ ડેસ્ક: મળતી માહિતી મુજબ ગુગલના માર્કેટિંગ હેડ લોરેઇન ટુહિલે ઈમેઇલમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોના વાઇરસ સામે લડી રહેલા લોકો પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે ગુગલ 1 એપ્રિલ, 2020નો દિવસ ગુગલ કોઇ જોક કર્યા વિના, સામાન્ય દિવસની જેમ જ પસાર કરશે.
"આપણે એપ્રિલ ફૂલની તૈયારી માટેના તમામ પ્રયત્નો અટકાવી દીધા છે, પરંતુ સમજાયું કે, ટીમની અંદર અમારી જાણ બહારના નાના નાના પ્રોજેક્ટ્સ હોઇ શકે છે. જો કોઇ જોક્સનું આયોજન કરવામાં આવ્યું હોય – આંતરિક સ્તરે અથવા બાહ્ય સ્તરે, તો તમારી ટીમ આવી જોક્સને ત્યાં જ અટકાવી દે, તે સુનિશ્ચિત કરવું,” તેમ ટુહિલે લખ્યું હતું.
"અત્યારે આપણું સર્વોચ્ચ લક્ષ્ય લોકોને મદદરૂપ થવાનું છે, તો ચાલો, જોક્સને આવતા વર્ષના એપ્રિલ મહિના માટે સેવ કરીએ, જે નિઃશંકપણે આ એપ્રિલ કરતાં ઘણો વધારે આનંદપ્રદ હશે," તેમ ટુહિલે ઉમેર્યું હતું.
સામાન્યપણે ગુગલ પહેલી એપ્રિલના રોજ તેની ઘણી પ્રોડક્ટ્સમાં ટીખળ ઉમેરીને એપ્રિલ-ફૂલની ઉજવણી કરતું હોય છે.
સર્ચ એન્જિન જાયન્ટે વધુ લોકો કનેક્ટ રહી શકે અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી શકે, તે માટે મદદરૂપ થવા તેની લોકપ્રિય ડુઓ ચેટ એપને અપડેટ કરીને એક ગ્રૂપ કોલમાં ગ્રૂપ વિડિયો યુઝરની લિમિટ 8થી વધારીને 12 વ્યક્તિ સુધીની કરી દીધી છે.