નવી દિલ્હી: ભારતમાં કોવિડ -19 ના 75,829 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાની કુલ સંખ્યા વધીને 65 લાખથી વધુ થઈ ગઈ છે, જ્યારે અત્યાર સુધીમાં 55,09,967 લોકો સ્વસ્થ થયા છે.
આંકડા મુજબ નવા કેસો સામે આવ્યા બાદ દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 65,49,374 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં મૃતકોની સંખ્યા વધીને 1,01,782 થઈ ગઈ છે અને 940 લોકોના મોત થયા છે. આંકડા મુજબ, દેશમાં કોરોના 9,37,625 સક્રિય કેસ છે.