ETV Bharat / bharat

મહામારીના સમયમાં અમ્મા, અન્નપુર્ણા અને ઇન્દીરા કેન્ટીન બની ગરીબોની મસીહા... - કોરોના મહામારી

Covid-19 ને કારણે ભારતભરમાં થયેલા લોકડાઉન વચ્ચે, અલગ અલગ કોમ્યુનીટી કીચન, ખાસ કરીને ભારતના દક્ષિણમાં કેટલીક પબ્લીક કેન્ટીન હજારો ભુખ્યા અને જરૂરીયાતમંદ લોકોની મદદે આવી છે.

south
south
author img

By

Published : Apr 2, 2020, 9:59 PM IST

હૈદરાબાદ: જ્યારે મોટા પ્રમાણાં લોકોના ભોજનની વાત હોય ત્યારે કોમ્યુનીટી કીચન એ ભારતમાં ખુબ જાણીતી વ્યવસ્થા છે. આ વ્યવસ્થાને ‘લંગર’ અથવા ‘ભંડારા’ તરીકે આપણે ઓળખીએ છીએ. પરંતુ Covid-19ની સમસ્યા અને તેના પરીણામે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં પરીસ્થીતી અલગ છે.

અને આ પરીસ્થીતિમાં અલગ અલગ કોમ્યુનીટી કીચન, ખાસ કરીને ભારતના દક્ષિણમાં કેટલીક પબ્લીક કેન્ટીન હજારો ભુખ્યા અને જરૂરીયાતમંદ લોકોની મદદે આવી રહ્યા છે.

હૈદરાબાદની અન્નપુર્ણા કેન્ટીન

ભારતમાં હૈદરાબાદ એ એક એવી જગ્યા છે જ્યાં સૌપ્રથમ કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાયા હતા. સમગ્ર હૈદરાબાદના શહેરી વિસ્તારમાં તેમજ ગ્રેટર હૈદરાબાદ મ્યુનીસીપલ એરીયામાં ગરીબોને ભોજન પુરૂ પાડતી આશરે 150 અન્નપુર્ણા કેન્ટીન આવેલી છે.

સામાન્ય દીવસોમાં અન્નપુર્ણા કેન્ટીન માત્ર પાંચ રૂપિયાની કીંમતમાં બપોરનું ભોજન આપતી હતી. પરંતુ હવે આ અન્નપુર્ણા કેન્ટીન ગરીબો અને ભુખ્યાઓ માટે અન્નદાતા સાબીત થઈ રહી છે આ કેન્ટીન હવે નિ:શુલ્ક ભોજન આપી રહી છે. 29 માર્ચથી આ કેન્ટીન સાંજનુ ભોજન પણ પુરૂ પાડી રહી છે.

GHMC (ગ્રેટર હૈદરાબાદ મ્યુનીસીપલ કોર્પોરેશન) દ્વારા સંચાલીત આ કેન્ટીન દરરોજ આશરે 40,000 લોકો સુધી ભોજન પહોંચાડે છે. આગળ પણ તેઓ વધુ લોકો સુધી ભોજન પહોંચાડવાની તૈયારી કરી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ ભુખ્યો ન રહેવો જોઈએ એ તેમનો ધ્યેય છે.

ચેન્નઈની અમ્મા કેન્ટીન

નવી દિલ્હીમાં કેટલાક લોકોએ કરેલી ધાર્મીક યાત્રાના પરીણામે, તમીલનાડુમાં હાલ Covid-19ના પોઝીટીવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા સમયે અમ્મા કેન્ટીન લોકોના વ્હારે આવી છે. ગરીબ, ભૂખ્યા અને પગપાળા હીજરત કરી રહેલા મજૂરો માટે અમ્મા કેન્ટીને માનવતા દેખાડી છે.

SHGs એટલે કે મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતી અને મ્યુનીસીપલ કોર્પોરેશનની નીગરાની હેઠળ ચાલતી આ કેન્ટીન હાલ સમયની માંગને પહોંચી વળવા માટે આગળ આવી છે.

લોકડાઉનના કારણે અમ્મા કેન્ટીનના સંચાલકો માટે કોઈ ચોક્કસ પરીવહનની વ્યવસ્થા ન હોવા છતા અહીં કામ કરતી મહિલાઓ અને સ્વયંસેવકો પોતાના નીશ્રીત સમયે પોતાની ફરજ પર પહોંચી રહ્યા છે. મહામારી વચ્ચે આ મહિલાઓ સરકારની ગાઇડલાઈન મુજબ માસ્ક પહેરવુ, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, તેમના વચ્ચે અને ત્યાં ભોજન કરવા માટે આવતા લોકો વચ્ચે સોશીયલ ડીસ્ટન્સ રાખવા જેવી તમામ બાબતોનું પાલન કરીને પણ ગરીબ લોકો માટે ભોજન તૈયાર કરીને મસીહા સાબીત થઈ રહ્યા છે.

અમ્મા કેન્ટીનમાં ઇડલી રૂ. 1માં આપવામાં આવે છે આ ઉપરાત કર્ડ રાઈસ 3 રૂપિયામાં, પોંગલ તેમજ બીજી કેટલીક વાનગી જેવી કે સાંભાર રાઈસ તેમજ લેમન રાઈસ 5 રૂપિયામાં આપવામાં આવે છે.

ચેન્નઈમાં આવેલુ પુર હોય, વર્ધા વાવાઝોડુ હોય કે પછી Covid-19નો લોકડાઉનનો સમય હોય, અમ્મા કેન્ટીન મુસીબતના દરેક સમયમાં મસીંહા સાબીત થઈ છે.

બેંગલુરૂની ઇન્દીરા કેન્ટીન

ઇન્દીરા લોકડાઉન દરમીયાન વધુમાં વધુ ભૂખ્યા અને નીરાધાર લોકો સુધી ભોજન પહોંચાડવા માટે ત્રણ શીફ્ટમાં કામ કરવાનું શરૂ કરવામાં આવ્યુ છે. હાલમાં ઇન્દીરા કેન્ટીન સવારે 7:30 થી 10, 12:30 થી 3 અને સાંજે 7:30 થી 9 વાગ્યા દરમીયાન કામ કરીને ફેરીયાઓ, મજૂરો અને ગરીબો સુધી ભોજન પહોંચાડે છે.

રાંધેલા ભોજન ઉપરાંત કર્ણાટક સ્ટેટ ગવર્મેન્ટે જુદી જુદી સંસ્થાઓની મદદથી ફુડ પેકેટ વીતરણ કરવાનું પણ શરૂ કર્યું છે. કેન્ટીનની જગ્યામાં સ્ટાફ અને ત્યાં ભોજન લેવા આવતા લોકોને સ્વચ્છતા રાખવાનું કહેવામાં આવે છે. જે લોકો ભોજન પીરસે છે તે લોકોને સ્વચ્છતા માટે માસ્ક, હાથના મોજા, સાબુ અને સેનેટાઈઝર વાપરવા માટે ફરજ પાડવામાં આવે છે. આ ઉપરાંત ભોજન લેતા લોકોને પણ યોગ્ય કતારમાં રહેવા માટે અને એકબીજાથી યોગ્ય અંતર જાળવવા માટે પણ કહેવામાં આવ્યું છે.

અમ્મા કેન્ટીનથી પ્રેરીત થઈને કર્ણાટક સરકારે 15 ઓગસ્ટ 2017ના રોજ ઇન્દીરા કેન્ટીન પણ શરૂ કરી છે. અમ્મા કેન્ટીનના પગલે બેંગાલુરૂની ઇન્દીરા કેન્ટીન પણ 10 રૂપિયામાં ભોજનની સુવિધા આપે છે. જો કે હાલ અહીં પણ ફ્રીમાં ભોજન આપવામાં આવે છે.

આંધ્ર પ્રદેશની અન્ના કેન્ટીન

આંધ્રપ્રદેશની TDP સરકારે અમ્મા કેન્ટીનનું તેમનું પોતાનુ વર્ઝન શરૂ કર્યું છે જેને તેઓએ અન્ના કેન્ટીન નામ આપ્યું છે. સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડીથી ચાલતી આ કેન્ટીન દરરોજ આશરે 2.15 લાખ લોકોને ભોજન પુરૂ પાડે છે. માત્ર 5 રૂપિયામાં મળતુ આ ભોજન રોજમદારી પર કામ કરતા મજૂરો સહીત અનેક લોકો માટે રાહત આપનારૂ બની રહે છે.

કેટલાક લોકોના બદઈરાદાઓને કારણે આ કેન્ટીન બંધ હતી પરંતુ હાલ લોકડાઉનના આ સમયમાં આ કેન્ટીન ઘણા લોકો માટે આશીર્વાદરૂપ સાબીત થઈ રહી છે.

કેરેલાની કુદુમ્બશ્રી કેન્ટીન

કેરેલા, એક એવું રાજ્ય કે જ્યાં Covid-19નો ભારતમાં સૌપ્રથમ કેસ નોંધાયો હતો. લોકડાઉન વચ્ચે કેરેલાની લેફ્ટ ડેમોક્રેટીક ફ્રન્ટ ગવર્નમેન્ટે બીમારીને રોકવા માટેના પગલાના કેટલાક મહત્વપુર્ણ ઉદાહરણ પુરા પાડ્યા છે. અને બ્રેક ધ ચેઈન પ્રોટોકોલ અપનાવનારી પ્રથમ સરકાર પણ કેરેલાની સરકાર છે.

રાજ્ય સરકારે કુદુમ્બશ્રી મીશન હેઠળ 1074 કુદુમ્બશ્રી કેન્ટીનમાં ફ્રી ન્યુટ્રીશીયનયુક્ત આહારની જાહેરાત કરી છે.

આ કેન્ટીનમાં જરૂરીયાતમંદોને વ્યાજબી કીંમતમાં નાસ્તો, સવારનું ભોજન, ચા, કોફી અને બીજી કેટલીક વાનગીઓ આપવામાં આવે છે. રાજ્ય સરકારની નીગરાનીમાં ચાલતી આ કેન્ટીન સ્વયં સેવકો દ્વારા ચલાવવામાં આવે છે.

કુદુમ્બશ્રીની દરેક કેન્ટીન હાલ લોકડાઉન વચ્ચે ભારતના દક્ષિણ ભાગમાં નિસહાય અને કોરોન્ટાઇન થયેલા લોકોને ની:શુલ્ક ભોજન પુરૂ પાડવા માટે આશીર્વાદરૂપ સાબીત થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.