મુંબઈ: કોરોના વાઇરસ ભારતમાં દિવસેને દિવસે વધુ ફેલાઇ રહ્યો છે. આ મહામારીમાં મુંબઇમાં બુધવારે 29 વર્ષીય મહિલાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ મહિલા કોરોનાથી પીડિત હતી. તેમજ હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ હતી.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ 2687 કેસ સામે આવ્યા છે. જેમાં 178 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં 250થી વધુ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.