- ભારતમાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંકડો 1,05,95,660 પહોંચ્યો
- ભારતમાં કોરોના સંક્રમણમાંથી 1,02,45,741 લોકો સ્વસ્થ પણ થયાં
- ભારતમાં કોરોના મહામારીમાં મોતને ભેટનારનો આંક થયો 1,52,718
નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ -19ના નવા 13,823 કેસ પછી દેશમાં કોરોના કેસો વધીને 1,05,95,660 થઈ ગયાં છે. જેમાં 1,02,45,741 લોકો કોરોનામુક્ત થયાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સવારે આઠ વાગ્યે બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ વાયરસના કારણે વધુ 162 લોકોના મોત પછી મૃત્યુની સંખ્યા વધીને 1,52,718 થઈ ગઈ છે.
- દર્દીઓનો રિકવરી રેટ વધ્યો
મળતી માહિતી મુજબ કુલ 1,02,45,741 લોકો કોરોના વાયરસથી મુક્ત બનતા દેશમાં દર્દીઓનો રિકવરી રેટ વધીને 96.70 ટકા થયો છે. તો કોવિડ-19માંથી મૃત્યુ દર 1.44 ટકા છે. દેશમાં કોવિડ-19 હેઠળ સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા ત્રણ લાખથી ઓછી છે. હાલમાં 1,97,201 લોકો કોરોના વાયરસ ચેપ માટે સારવાર લઈ રહ્યાં છે, જે કુલ કેસોના 1.86 ટકા છે.
- 24 કલાકમાં 10,064 નવા કેસ, આઠ મહિનામાં સૌથી ઓછા મોત
ભારતમાં 7 ઓગસ્ટના રોજ કોરોના સંક્રમણ ધરાવતાં લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખને વટાવી ગઈ હતી. કોરોનાના કુલ કેસો 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરના રોજ એક કરોડને વટાવી ગયાં હતાં. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ સાયન્સ (આઈસીએમઆર)ના અનુસાર, દેશમાં 19 જાન્યુઆરી સુધીમાં કુલ 18,85,66,947 નમૂનાઓનું કોવિડ -19 પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાંથી મંગળવારે 7,64,120 નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું.