નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1300 નવા કેસ સામે આવ્યા છે અને દિલ્હીમાં કુલ સંક્રમીતોની સંખ્યા 1,45,427 પર પહોચી ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે મૃત્યુ પામનારનાઓની કુલ સંખ્યા 4111 પર પહોચી છે.
દિલ્હીમાં હાલ કોરોનાના 10,729 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધી 1,30,587 દર્દી કોરોનાને માત આપી ચુક્યા છે.