નવી દિલ્હી: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1366 નવા કેસ સામે આવ્યા છે. હવે દિલ્હીમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 31 હજારને પાર પહોચી છે.અત્યાર સુધીમાં કુલ 31,309 લોકો સંક્રમિત છે. એક બાજુ કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. કોરોનાના કારણે દિલ્હીમાં અત્યાર સુધીમાં 905 લોકોના મોત થયા છે.
દિલ્હીમાં મૃત્યુદર 2.89 ટકા થયો છે. સાથે જ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 504 દર્દીઓએ કોરોનાને માત આપી છે. દિલ્હીમાં કોરોનાથી કુલ 11,861 લોકો સ્વસ્થ થયા છે. જોકે રિકવરી રેટ સતત ઓછો થઈ રહ્યો છે. દિલ્હીમાં હાલમાં કોરોના વાયરસના કુલ 18,543 એક્ટિવ કેસ છે.
આ એક્ટિવ કેસમાંથી 320 વેન્ટિલેટર પર છે. કુલ 509 વેન્ટિલેટરમાંથી 189 ખાલી છે. એક તરફ સંક્રમિતોની સંખ્યા સતત રેકોર્ડ તોડી રહી છે. તો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા પણ સતત વધી રહી છે. દિલ્હીમાં કુલ 237 કન્ટેનમેન્ટ ઝોન છે.