કોલકતાઃ પશ્ચિમ બંગાળના 24 પરગના જિલ્લામાં ડાયમંડ હાર્બર જતા સમયે તૃણમુલ કોંગ્રેસ કાર્યકર્તાઓ તરફથી કરવામાં આવેલા હુમલાવે લઈ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા આક્રમક પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, તેમની પાસે બુલેટ પ્રુફ ગાડી હતી એટલે તે સુરક્ષિત રહ્યા છે. જ્યારે આ પથ્થરમારાના કારણે ભાજપ નેતાઓના વાહન ક્ષતિગ્રસ્ત થયા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય પણ આ હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે.
પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસના અંતિમ દિવસે ગુરુવારે દક્ષિણ 24 પરગના જિલ્લામાં કાર્યકરોને સંબોધતા જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે, 'આજે હું અહીં આવ્યો છું, તેથી રસ્તામાં જે દ્રશ્ય મને જોવા મળ્યું તેના પરથી લાગે છે કે મમતા બેનર્જીના શાસનમાં બંગાળ અરાજકતા અને અસહિષ્ણુતાનો પર્યાય બની ગયો છે. આજે હું અહીં પહોંચ્યો છું તો માતા દુર્ગાના આશીર્વાદથી. ટીએમસીના ગુંડાઓએ લોકશાહીનું ગળું કાપવામાં કોઈ કસર છોડી નહોતી.
બંગાળમાં ખીલશે કમળ
વધુમાં ભાજપ અધ્યક્ષે કહ્યું કે, કૈલાશ વિજયવર્ગીય, રાહુલ સિન્હા અને તેમની ગાડીઓ જોવો. હું તો એટલા માટે સુરક્ષિત છું કારણ કે મારી પાસે બુલેટ પ્રૂફ ગાડી હતી. નહીંતર આજે એવી કોઈ ગાડી નથી જેના પર હુમલો ન થયો હોય. આ અરાજકતા વધારે દિવસ ચાલવાની નથી, મમતાજીની સરકાર અહીંથી જઈ રહી છે, અને બંગાળમાં ફુલ ખીલી રહ્યાં છે.
દિલીપ ઘોષે લખ્યો અમિત શાહને પત્ર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બંગાળના પ્રવાસ પર છે. આજ તેમના પ્રવાસ દરમિયાન તેમની સુરક્ષા વ્યવસ્થામાં ખામી જોવા મળી. બંગાળમાં જેપી નડ્ડાના કાર્યક્રમમાં કોઈ પોલીસકર્મીઓ હતાં નહી. જેને લઈ પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે નારાજગી વ્યક્ત કરી છે. દિલીપ ઘોષે નારાજગી વ્યકત કરતાં કહ્યું કે આ બેદરકારીને લઈ તેમણે ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખ્યો છે.
નડ્ડાને દેખાડ્યા કાળા ઝંડા
તો બીજી બાજુ બુધવારે પશ્ચિમ બંગાળના પ્રવાસ પર ગયેલા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને તૃણમુલ કોંગ્રેસના સમર્થકોએ કાળા ઝંડા બતાવ્યાં હતાં. જ્યારે નડ્ડા પાર્ટીની ચૂંટણીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા કોલકતાના હેસ્ટિંગ્સ ક્ષેત્રમાં ગયા ત્યારે ત્યાં તેમને કાળા ઝંડા દેખાડવામાં આવ્યાં હતાં. આ ઘટના નવા ઉદ્ધાટન થેયલા કાર્યાલયની બહાર જોવા મળી હતીં. જ્યારે નડ્ડા તે કાર્યાલયે પહોંચ્યા તો તેમને કાળા ઝંડા બતાવવા આવ્યા હતા અને 'ભાજપ પરત જાઓ' જેવા નારા લગાવવામાં આવ્યા હતાં.
મમતા બેનર્જી અસહિષ્ણુતાનો પર્યાય
ભાજપ પ્રમખ પાર્ટીએ નવ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ છે. રાજ્યના વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ પાર્ટીના વ્યાપક જનસંપર્ક અભિયાન હેઠળ ભાજપ પાર્ટીએ 'આર નોઈ અન્યાય' ( ઔર અન્યાય નહી) અભિયાનની શરૂ કર્યુ છે. નડ્ડાએ બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર નિશાન સાધતા મમતા બેનર્જીને અસહિષ્ણુતાનો પર્યાય બતાવ્યા હતાં. કોલકતામાં આયોજિત થનાર એક રેલીમાં ભાજપ પ્રમુખએ કહ્યું કે 'બંગાળમાં અસહિષ્ણુતા વધી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી તમારુ નામ અસહિષ્ણુતા છે.'