ઉત્તર પ્રદેશઃ ધીમે-ધીમે કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. તમામ પ્રકારની વ્યવસ્થા કોરોનાના સક્રમિત લોકોની સખ્યાંને રોકવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. KGMUના રિપોર્ટમાં 126 નવા કોરોના વાઇરસના કેસ સામે આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં સતત કોરોનાની વાઇરસની સખ્યા સતત વધતી જાય છે. KGMU દ્વારા 2709 કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 126 કોરોનાથી સક્રમિત દર્દીઓ સામે આવ્યો છે. આ તમામ દર્દી ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લા માંથી સામે આવ્યાં છે. આ તમામના સેમ્પલ અગાવના દિવસોમાં KGMUમાં જિલ્લા દ્વારા મોકલવામાં આવ્યા હતા. તેમના પછી 126 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
લખનઉ 66 | મુરાદાબાદ 17 | શાહજહાંપુરા 01 | બારાબંકી 08 | બારાબંકી 08 |
કન્નોજ 08 | સંભલ 10 | અયોધ્યા 06 | બલિયા 01 | શાહજહાંપુરા 01 |
કુલ સખ્યાં 126
ત્યાર બાદ લખનઉ, કન્નોજ, મુરાદાબાદ, અયોધ્યા, હરદોઇ, બારાબંકી, બહરાઇચમાં કન્ટેંન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. બધા કોરોનાના દર્દીઓને level-1 કોવિડ-19માં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. આ બધા દર્દીઓ સામે આવ્યા બાદ ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસના સક્રમણથી પીડાતા લોકોની સખ્યાં 14,724 થઇ ગઇ છે. તો 8904 દર્દીઓએ કોરોના વાઇરસથી સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. આમ કુલ ઉત્તર પ્રદેશમાં 435 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.