ETV Bharat / bharat

અધ્યક્ષની ચૂંટણી સુધી સોનિયા ગાંધી વચગાળાના પ્રમુખ રહેશેઃ સિંઘવી - કોંગ્રેસ પ્રવક્તા

કોંગ્રેસે રવિવારે કહ્યું કે, જ્યાર સુધી પાર્ટી પ્રમુખની પસંદગી કરવા માટે યોગ્ય પ્રક્રિયાનું પાલન નહીં કરવામાં આવે, ત્યાં સુધી સોનિયા ગાંધી પાર્ટીના વચગાળાના પ્રમુખ રહેશે. આ માહિતી કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ આપી હતી.

ETV BHARAT
અધ્યક્ષની ચૂંટણી સુધી સોનિયા ગાંધી વચગાળાના પ્રમુખ રહેશેઃ સિંઘવી
author img

By

Published : Aug 10, 2020, 2:41 AM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસે રવિવારે કહ્યું કે, જ્યાર સુધી પાર્ટી પ્રમુખની પસંદગી કરવા માટે યોગ્ય પ્રક્રિયાનું પાલન નહીં કરવામાં આવે, ત્યાં સુધી સોનિયા ગાંધી પાર્ટીના વચગાળાના પ્રમુખ રહેશે.

ETV BHARAT
અભિષેક મનુ સિંઘવી

મીડિયા સાથેની ઓનલાઇન વાતચીતમાં કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, આ સાચું છે કે સોનિયા ગાંધીનો કાર્યકાળ વચગાળાના અધ્યક્ષ પદ સંભાળ્યાના એક વર્ષ બાદ 10 ઓગસ્ટનાા રોજ પૂર્ણ થવાનો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આ પદ તે જ દિવસે આપમેળે ખાલી થઈ જશે.

તેમણે પત્રકારોને કહ્યું કે, સોનિયા ગાંધી અધ્યક્ષ છે અને જ્યાં સુધી યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં નહીં આવે, ત્યાં સુધી તે આ પદ પર રહેશે અને ભવિષ્યમાં તેનું પાલન કરવામાં આવશે.

સિંઘવીએ કહ્યું કે, આ પ્રક્રિયા કોંગ્રેસના બંધારણમાં લખાઈ છે અને પાર્ટી તેનું પાલન કરવા કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે, આનું પાલન કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં માહિતી શેર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.