નવી દિલ્હીઃ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ માટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આયોજીત આધિકારીક ભોજમાં સામેલ નહીં થાય, ચૌધરીએ કહ્યું કે, મોદી સરકારે અમેરિકી રાષ્ટ્રપતિની સાથે પ્રમુખ વિપક્ષી પાર્ટીના વિચાર-વિમર્શ કરવાની અનુમતિ આપવાની જૂની પરંપરાનો ખાતમો કર્યો છે.
તેમણે કહ્યું કે, 'હું 25 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ દ્વારા આયોજીત ભોજમાં સામેલ નહી થાઉ. આ મારા વિરોધની રીત છે.' આ સાથે જ વધુમાં કહ્યું કે, સરકારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રણ આપ્યું નથી.
તેમણે કહ્યું કે, 'મોદી સરકાર દ્વારા પ્રમુખ વિપક્ષી પાર્ટીના નેતાઓને આ રીતે મહત્વપૂર્ણ યાત્રાઓ દરમિયાન બેધ્યાન કરવામાં આવે છે અને પરંપરામાં ફેરફાર કરવો સારી બાબત નથી.' ગત્ત સરકારોમાં અમે સુનિશ્ચિત કર્યું હતું કે, પ્રમુખ વિપક્ષી પાર્ટીના નેતા અમેરિકી રાષ્ટ્રપતિ જોર્જ બુશ અથવા બરાક ઓબામા સહિત ભારત આવનારા તમામ ગણમાન્ય લોકો સાથે મળે.