નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં સામૂહિક દુષ્કર્મ અને તેની હત્યા કર્યાની ઘટના બાદ તે જિલ્લામાં જ 4 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ મામલે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસે યુપી સરકારને તાત્કાલિક બરતરફ કરવાની માગ કરી હતી.
આવા ગુનાઓ કરનાર આરોપીઓને એક કડક સંદેશ આપવાની જરૂરિયાત છે. કોંગ્રેસ આ અંગે કહ્યું કે, ભારતમાં મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓને સહન કરવામાં નહીં આવે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાંધતા કહ્યું કે, ગૃહ મંત્રાલય શું કરૂ રહ્યું છે? અમે જાણવા માંગીએ છીએ. કોંગ્રેસે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના આંકડા ગણાવ્યા હતા.
કોંગ્રેસે કહ્યું કે, આરોપીઓને એક મજબૂત સંદેશ મોકલવાની જરૂર છે, જેથી તેમને જાણ થાય કે કોઇ રાજનીતી પક્ષનો હાથ નથી. પવન ખેડાએ કહ્યું કે, યુપી સરકારને તાત્કાલિક બરતરફ કરવામાં આવે.