મુંબઈ: ફિલ્મનગરી માટે રવિવારનો દિવસ શોકનો દિવસ હોય એમ એક જ દિવસમાં બે પ્રતિભાવાન વ્યક્તિઓની વિદાયને પગલે બોલીવૂડ આઘાતમાં છે.
સંગીતક્ષેત્રે બોલિવૂડમાં જાણીતું નામ ગણાતા અને ક્યુકી ડિજીટલ મીડિયા કંપની દ્વારા અનેક નવી પ્રતિભાઓને તક આપનાર સમીર બંગારાનું અમદાવાદ-મુંબઈ હાઇવે પર માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. તેઓ રવિવારે સવારે મનોર પાસે બાઈક રાઇડિંગ કરી રહ્યા હતા ત્યારે તેમની બાઈક ડંપર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ મામલે મનોર પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ‘ક્યૂકી’ ની સ્થાપના સંગીતકાર એ આર રહેમાન તેમજ શેખર કપૂરે સાથે મળીને કરી હતી અને 2013થી સમીર તેના ડિજિટલ પ્લેટફોર્મનું સંચાલન કરી રહ્યા હતા. આ ઉપરાંત સમીર જગવિખ્યાત કંપની ડિઝની UTVના પણ સંચાલક રહી ચૂક્યા હતા.