ભોપાલ: MPના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ મળ્યા બાદ ચિરાયુ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં. આજે 12મા દિવસે મુખ્યપ્રધાનની હાલત સામાન્ય હોવાને કારણે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, ચિરાયુ હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા તબીબી બુલેટિન મુજબ, સીએમમાં છેલ્લા 10 દિવસમાં કોરોના ચેપના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. આ પછી આજે સવારે તપાસ બાદ ડોક્ટરોએ રજા આપી દીધી છે. તેમજ ડોક્ટરોએ મુખ્યપ્રધાનને 7 દિવસ ઘરમાં ક્વોરેન્ટાઇન રહેવા સૂચના આપી છે.
ચિરાયુ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કોરોના યુદ્ધા ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું છે કે, જ્યારે કોરોના જેવી બીમારીથી આપણા પોતાના લોકો સાથ છોડી દે છે, ત્યારે કોરોના યોદ્ધાઓ તેમના જીવનને ધ્યાનમાં લીધા વગર દર્દીઓની સારવાર કરે છે. શિવરાજ કહે છે કે, આ માત્ર ઇલાજ નથી, પણ દુઃખી માનવતાની સેવા કરવાનો મહાયજ્ઞ છે, જેમાં બધા (ડોક્ટરો) આહૂતિ આપે છે. હું ફરી એકવાર આપ સૌને સલામ કરું છું.
25 જુલાઈએ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરીને કોરોના પોઝિટિવ હોવા અંગે માહિતી આપી હતી. જે બાદ તેમની હોસ્પિટલમાં છેલ્લા 12 દિવસથી સારવાર ચાલી રહી હતી. તેમ છતાં સોમવારે તેમને રજા આપવાની ધારણા હતી, તેમનો ત્રીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ન હતી. હવે શિવરાજસિંહ ઠીક થઈ ગયાં છે.