મુંબઇ વર્સોવા ખાતે ભાજપ-શિવસેના યુતિના વિધાનસભાના ઉમેદવારના સમર્થનમાં વિકાસને સહકાર આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ અને એનડીએની સરકારે દેશની અખંડિતતા-એકતા માટે મહત્વપુર્ણ કદમો ઉઠાવ્યા છે. 370ની કલમ નાબુદ કરીને કાશ્મીર સમસ્યાના ઉકેલ સાથે કાશ્મીરને વિકાસની હરોળમાં લાવવા ઐતિહાસિક નિર્ણય લીધો છે.
તેમજ રૂપાણીએ ભાજપ-શિવસેનાની યુતિના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, પરિવારવાદ-ભષ્ટ લોકોને નેસ્તનાબુદ કરવાની આ ચુંટણી છે. જનતા બધુ જ જાણે છે, દેશનું હિત કયાં સમાયેલું છે. મહારાષ્ટ્રમાં પ્રજાનું કલ્યાણ એજ પરમ ધર્મ રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ કોંગ્રેસ પર વાકબાણ વરસાવતા કહ્યું કે, કોંગ્રેસે પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. કોંગ્રેસ ડુબતી નૈયા છે. તે પોતે બચવા મથી રહી છે એ પ્રજાનું કલ્યાણ કેવી રીતે કરશે.