ETV Bharat / bharat

CM કેજરીવાલે 'દિલ્હી કોરોના એપ' લોન્ચ કરી - દિલ્હીમાં કોરોના

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે મંગળવારે દિલ્હી કોરોના નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. જેના વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ એપ દ્વારા લોકો કોરોના હૉસ્પિટલમાં બેડની વ્યવસ્થા વિશે માહિતી સરળતાથી મેળવી શકશે.

delhi gov
delhi gov
author img

By

Published : Jun 2, 2020, 2:57 PM IST

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે હૉસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ રહી છે. છેલ્લા કેટલાંક દિવસોમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં લોકોને હૉસ્પિટલમાં બેડ મળતા ન હોવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેથી તમામ બાબતોનું ધ્યાન રાખીને મુખ્યપ્રધાન કેજરીવાલે હૉસ્પિટલોમાં બેડની ઉપલબ્ઘતા વિશેની જાણકારી આપતી એક એપ્લિકેશન લોન્ચ કરી છે.

4100 બેડ ખાલી…

આ એપ લોન્ચ કરતી વખતે મુખ્યપ્રધાન કહ્યું હતું કે, મારી પાસે એવી માહિતી આવી રહી હતી કે, હૉસ્પિટલમાં દર્દીઓની સરખાણીએ બેડની સેવા ઉપલબ્ધ નથી. આજે દિલ્હીમાં 6731 બેડ છે, જ્યારે 2631 દર્દી છે. એટલે કે, આજે 4100 બેડ ખાલી છે. આમ, હૉસ્પિટલમાં બેડની સેવાની ચોક્કસ જાણકારી લોકો સુધી પહોંચાડવા માટે આ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે.

બે વખત થશે અપડેટ

આ એપ સરકારી અને પ્રાઈવેટ તમામ પ્રકારના હૉસ્પિટલો વિશે વિસ્તૃત જાણકારી આપે છે. કઇ હૉસ્પિટલમાં કેટલા બેડ અને કેટલા વેન્ટિલેટર છે. તેમજ કેટલા બેડ ખાલી છે. આમ, આ પ્રકારની તમામ જાણકારી આ એપ દ્વારા મેળવી શકાશે.

આ એપ્લિકેશન વિશે જાણકારી આપતાં મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું હતું કે, આ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં 'Delhi Corona'નામથી ઉપલબ્ધ છે. જેને ઈન્સ્ટોલ કરીને તમે કોરોના હોસ્પિટલની તમામ જાણકારી મેળવી શકશો.

આ રીતે એપ કરી શકાશે ડાઉનલોડ

આ એપને લિંક મેળવવા માટે 8800007722 વ્હોટ્સએપ કરવાનો રહેશે. ત્યારબાદ તેને ડાઉનલોડ કરીને તેને વેબસાઈટની જેમ ખોલી શકાય છે. જેનુ વેબ એડ્રેસ Delhifightscorona.in/beds. છે.

પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, જો આ એપની જાણકારી પર કોઈ હૉસ્પિટલ બેડ આપવાની મનાઈ કરે તો,1031 પર કૉલ કરીને મદદ મેળવી શકો છો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.