કોચી: દેશમાં ચાલી રહેલા કોરોનાના લોકડાઉન દરમિયાન સામૂહિક પ્રાથના સભા પર પ્રતિબંધ હોવા વિલિંગ્ડનના એક ચર્ચમાં જૂથ ભેગુ કરવા બદલ બુધવારે એક ખ્રિસ્તી પાદરીની ધરપકડ કરવામાં આવી હતી.
આજે સવારે સ્ટેલા મેરીસ ચર્ચમાં માસની ઉજવણી કરવા માટે પાદરી સાથે છ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આઈપીસી કલમ 188 અને કેરળમાં વટહુકમ સંબંધિત પ્રતિબંધિત કલમ તોડવા હેઠળ આરોપ લગાવ્યાં છે.
જો કે, હાલ પાદરી સહિત અન્યને પોલીસ સ્ટેશનમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતાં. હવે પોલીસ વધુ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.