તેનો અર્થ એ છે કે, તે પોતાને દુનિયાનું કેન્દ્ર સમજે છે. ચીન પોતાને બીજાની સરખામણીએ સર્વશ્રેષ્ઠ સમજે છે અને એ જ કારણ છે કે, તે અન્ય દેશોની સાથે બરાબરીના સ્તર સાથે જોડાઇ શકતો નથી.
ભારત અને ચીન દુનિયાની બે સૌથી પ્રાચિન સભ્યતાઓ છે. બંનેની વચ્ચે દુર્જેય હિમાલય પર્વત છે. ચીનના નેતા વારંવાર એ જ કહે છે કે, 99 ટકા સમય બંને દેશોની વચ્ચે આરામથી કાપી શકાય છે. પૂર્વ આધુનિક યુગમાં આ સત્ય છે, પરંતુ 1950ના દશકના ઉતરાર્ધ બાદ સ્થિતિ બદલી છે. એટલે કે, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી બન્યા બાદ.
આર્થિક અને સૈન્ય શક્તિના વિકાસની સાથે-સાથે ચીનની મહત્વકાંક્ષાઓ વધી છે. ભારતની સરખામણીએ ચીનના જીડીપી (2017માં $ 12 ટ્રિલિયન) ઓછામાં ઓછા ચાર ગણો વધારે છે. ચીની સેનાના આધુનિકીકરણની ગતિ કોઇ પણ દેશની સરખામણીએ વધારે છે. ભારતીય નૌસેનાના પ્રમુખ એડમિરલ સુનિલ લાંબાએ હાલમાં જ ઉલ્લેખ કર્યો હતો કે, ચીને છેલ્લા પાંચ વર્ષોમાં 80 નવા જહાજો સામેલ કર્યા છે.
છેલ્લા 200 વર્ષોમાં કોઇ પણ દેશની નૌસેનાએ આટલી ઝડપી વિકાસ કર્યો નથી. 2022 સુધી ચીનની પાસે ત્રણ એરક્રાફ્ટ કૈરિયર હશે, જે તેને બ્લુ વોટર નેવીના સપનાની નજીક લઇ જશે.
પૂર્વ વિદેશ સચિવ શ્યામ સરને કહ્યું કે, 'ભારતને આર્થિક, સૈન્ય અને હવે તકનીકી' લગભગ બધીજ શ્રેણીઓમાં 'ચીનની નિરાશાજનક વાસ્તવિક્તા'ને સમજીને તેના પર કામ કરવાની જરૂર છે. લાંબા સમયથી ચાલી રહેલા ચીન-પાકિસ્તાન જોડાણોની અસર ભારત માટે વધુ ઘાતક બની રહેશે.
ભારત પ્રતિ હંમેશા શત્રુતાનો ભાવ રાખનારા પાકિસ્તાન ચીનના વધતી તાકાતને જોઇને ખૂબ જ ખુશ છે. તેના બદલામાં ચીન પાકિસ્તાનના પરમાણુ અને બૈલિસ્ટિક મિસાઇલ પ્રૌદ્યોગિકી સહિત નાણાકીય અને સૈન્ય સહાયતા ઉપલબ્ધ કરાવી રહ્યું છે. પાકને વિશ્વાસ છે કે, ભારતની સાથે યુદ્ધ કરવાની સ્થિતિમાં ચીન તેની સાથે ઉભું રહેશે. ચીન આતંકવાદની નિંદા કરે છે પરંતુ મસુદ અઝહરેના નામ પર તે 10 વર્ષ સુધી ઉડાવી રહ્યું છે. તેને વૈશ્વિક આતંકી જાહેર કરવાની પાછળ કરી રહ્યું છે.
આતંકનું પોષણ કરવાથી આવતા મહીને પેરિસમાં થનારી ફાઇનેંશિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં ચીન ફરીથી પાકને બ્લેકલિસ્ટ કરવાથી બચાવશે. ચીન એકમાત્ર પ્રમુખ શક્તિ છે, જે કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા માટે પાકિસ્તાનને ભ્રમિત કરવાના પ્રયાસોનું સમર્થન કરી રહ્યું છે, ભારતની સંસદે અનુચ્છેદ 370 અને 35Aને દૂર કરવાનો સંકલ્પ કર્યો, જેને અસ્થાયી રૂપથી જમ્મુ-કાશ્મીરને એક વિશેષ સ્વાયતતાનો દરરજો મળ્યો હતો.
તો આવો આપણે ફરીથી ભારત અને ચીનની વચ્ચે 4000 કિમી લાંબી સીમાના મહત્વપૂર્ણ મુદ્દા પર આવીએ. જેવી રીતે આ વિસ્તાર છે, તે લગભગ દર વર્ષે અહીંયા સૌથી વધારે ઘુસણખોરોની ઘટનાઓ બનતી હોય છે. તેમ છતાં તેનું જલ્દીથી નિરાકરણ લાવી શકાય છે. તે માટે અમુક હદ સુધી 1993માં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલને લઇને કરાર કરવામાં આવી રહ્યો છે. તણાવ હોવા છતાં બંને તરફથી ગોળી ચાલી શકતી નથી. જો કે, બંને દેશોની વચ્ચે મહત્વપૂર્ણ અને મોટી યાત્રાથી પહેલા એવી ઘટનાઓ વધી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચીન વારંવાર ભારતીય સુરક્ષા અને તેના સંકલ્પની પરિક્ષા લઇ રહ્યું છે.
જૂન-ઓગસ્ટ 2017 દરમિયાન ડોકલામ પઠારને લઇને વિવાદ થયો હતો. તે 73 દિવસો સુધી ચાલ્યો હતો. જિયામેનમાં બ્રિક્સ સમ્મેલનથી પહેલા આ વિવાદ પર વિરામ લાગ્યો હતો. ત્યાં જ અનૌપચારિક શિખર સમ્મેલનને લઇને વાતચીતો શરુ થઇ હતી. તે બાદ વુહાનમાં 2018માં મોદી અને જિનપિંગ વચ્ચે અનૌપચારિક વાતચીત શરૂ હતી. બે દિવસોમાં બંને દેશોના પ્રતિનિધિમંડળોની વચ્ચે છ વખત બેઠક થઇ હતી.
બીજીંગમાં રહી ચૂકેલા પૂર્વ ભારતીય દુતે તેનું વર્ણન કર્યું- 'બીજા પક્ષના દ્રષ્ટિકોણ, તેના સપના, તેના લક્ષ્યો અને ઉદેશ્યો અને રણનીતિઓને સમજવા માટે એક અભ્યાસ'. તેના પર ભારતમાં એક અનૌપચારિક શિખર સમ્મેલન આયોજીત કરવા પર સહમતિ થઇ, જે 11-12 ઓક્ટોબરમાં વારાણસીમાં થવાની સંભાવના છે.
જો કે, એ પણ સત્ય છે કે, અભૂતપૂર્વ કરારનો આ માહોલ વધુ સમય સુધી રહ્યો ન હતો. વુહાનની ભાવના ધીમી પડી છે. ચીનની સાથે હંમેશા વિરોધી સંબંધ રાખવો ભારત માટે સારો નથી. અમેરિકા જેવા પ્રમુખ વાર્તાકારોની સાથે વાતચીતમાં આ ફેક્ટરમાં અમે હંમેશા મહત્વપૂર્ણ રહ્યો છે.
જો કે, ચીન ભારતની મુખ્ય ચિંતાઓ પ્રતિ સંવેદનશીલતા બતાવી રહ્યું નથી. ભલે પછી તેની સીમાનો પ્રશ્ન હોય અથવા આતંકવાદનો મુદ્દો હોય. ભારતની એનએસજી અને યૂએનએસસીની સદસ્યતાનો મામલો હોય અથવા પાકિસ્તાનનો મુદ્દો હોય.
બીજી તરફ ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિદેશ સચિવ પીટર વર્ગીસનું માનવું છે કે, ચીન ઇચ્છે છે કે, દુનિયા પોતાના મુળ હિતો માટે આત્મસમર્પણ કરે. વધુમાં તેમનું કહેવું છે કે, ચીનને નિયંત્રિત કરવું સંભવ છે, પરંતુ તેને સંતુષ્ટ કરવામાં આવતું નથી.
ક્વૈડ (ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા અને ભારત) જેવા સમુહ ચીનને સંકેત આપી ચૂક્યા છે કે, તેમનો આક્રમક વ્યવહાર તેના હિતમાં નથી. તેની કિંમત ચૂકવવી જ પડશે. ચીન ઉપર જ્યારે બાહરથી દબાણ આશે ત્યારે તે થોડું નરમ વલણ અપનાવશે. જેમ કે, વર્તમાનમાં છે. અમેરિકાની સાથે વેપાર વિવાદ, બીઆરઆઇ પર દુનિયાના બીજા દેશોની પ્રતિક્રિયા અને દક્ષિણ ચીન સાગરમાં સૈન્યકરણનો મુદ્દો.
આવી જ રીતની પૃષ્ઠભૂમિમાં વારાણસી શિખર સમ્મેલન હશે. લોકોને વિશેષ રૂપથી યુવાઓ અને રમતોના આદાન-પ્રદાનને વધારો મળી શકે છે. વેપારના મુદ્દે અમુક પ્રમુખ સંભાવનાઓ છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ પરિણામ બેઠક જ છે.
ભારતીય કૂટનીતિની સામે મોટી ચેતવણી છે ચીનની સાથે પ્રતિકૂળ સંબંધોનું ઉચિત પ્રબંધન કરવું અને તેમને નિર્ણાયક રૂપે રોકવું. ભારતને અમેરિકા, જાપાન, ઇંડોનેશિયા જેવા પ્રજાતાંત્રિક દેશોની સાથે સંબંધ ગાઢ રાખવો. પોતાની અર્થ વ્યવસ્થા અને સૈન્ય ક્ષમતાઓને મજબુત રાખવું પડશે. તેની સાથે જ ચીન તરફથી મળનારા સરપ્રાઇઝ માટે પણ હંમેશા તૈયાર રહેવું પડશે.
(લેખક- વિષ્ણુ પ્રકાશ પૂર્વ રાજદ્વારી છે)