આ મામલો તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં નાદુકટ્ટપટ્ટીનો છે, જ્યાં બે વર્ષીય સુજિત વિલ્સન 25 ઓક્ટોબરના રોજ બોરવેલમાં પડ્યો હતો.
62 કલાકથી ચાલી રહ્યું છે રેસ્ક્યું ઑપરેશન
છેલ્લા 62 કલાકથી બચાવ કામગીરી ચાલુ છે. ઓ પનીરસેલ્વમ ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું. તેમણે જણાવ્યું કે બચાવ કામગીરી માટે સરકાર દ્વારા તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવશે.
બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે નવી રીગ મશીનનો ઉપયોગ
શરૂઆતમાં બોરવેલ નજીક ખાડો બનાવવા માટે રિગ મશીનને ઉપયોગ કરાયું હતું. આ સ્થાનની પ્રારંભિક સપાટી હેઠળ પત્થર હોવાથી, મશીનને જરૂરી ઉંડાઈ સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો હતો. આ પ્રક્રિયાને વેગ આપવા માટે સ્થળ પર એક નવી રિગ મશીન લાવવામાં આવી હતી. જૂની રિગ મશીન કરતા ત્રણ ગણી ઝડપથી ડ્રિલ કરવાની ક્ષમતા આ રિગ મશીન ધરાવે છે.
બાળક 100 ફૂટથી વધુની ઉંડાઈ સુધી સરકી ગયું
બાતમી મળતાની સાથે જ બાળકને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, વહીવટીતંત્રની ઝુંબેશને ત્યારે આંચકો લાગ્યો જ્યારે બાળક 100 ફૂટથી વધુની ઉંડાઈ સુધી સરકી ગયું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે, બાળક શુક્રવારે સાંજે ઘરની નજીક રમતી વખતે બોરવેલમાં પડી ગયો હતો. શરૂઆતમાં, તે 35 ફૂટ ઉંડો હતો, પરંતુ બચાવ કામગીરી શરૂ થયા પછી, બાળક લપસી ગયું અને 70 ફુટ ઉંડુ જતુ રહ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, "અમે લાંબા સમય સુધી બાળકનો રડતો અવાજ સાંભળ્યો પણ હવે તે સાંભળતો નથી. જો કે અમે માનીએ છીએ કે બાળક સલામત છે અને શ્વાસ લઇ રહ્યું છે.