ETV Bharat / bharat

વંધ્યત્વ તરફ એક અલગ દ્રષ્ટિકોણ

author img

By

Published : Nov 17, 2020, 7:40 AM IST

એક વખત લગ્ન થઇ જાય, ત્યાર પછી સ્વાભાવિકપણે જ તમારી પાસેથી બાળકોની અપેક્ષા સેવવામાં આવે છે અને જે લોકોને બાળકો ન થતાં હોય, તેમના માટે આ સમસ્યા વધુ જટિલ બને છે. તમારા તરફનો સમાજનો દ્રષ્ટિકોણ અચાનક જ બદલાઇ જાય છે, જેના કારણે દંપતી ઘણો તણાવ અનુભવે છે.

Changing the way
Changing the way

ન્યુઝ ડેસ્ક: એક વખત લગ્ન થઇ જાય, ત્યાર પછી સ્વાભાવિકપણે જ તમારી પાસેથી બાળકોની અપેક્ષા સેવવામાં આવે છે અને જે લોકોને બાળકો ન થતાં હોય, તેમના માટે આ સમસ્યા વધુ જટિલ બને છે. તમારા તરફનો સમાજનો દ્રષ્ટિકોણ અચાનક જ બદલાઇ જાય છે, જેના કારણે દંપતી ઘણો તણાવ અનુભવે છે. આથી, સંતાનવિહોણાં દંપતીઓએ મેડિકલ સમસ્યાની સાથે-સાથે સામાજિક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. આ વિષય અંગે વધુ વિગતવાર સમજૂતી મેળવવા માટે ઇટીવી ભારત સુખીભવ દ્વારા ઓબ્સ્ટેટ્રિશિયન, ગાયનેકોલોજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યાલિસ્ટ ડો. પૂર્વા સહકારી સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો, જેના અંશો નીચે પ્રમાણે છેઃ

માતા-પિતા બનવાનો અનુભવ મેળવવા દરેક દંપતી ઉત્સુક હોય છે, અને ઘણાં દંપતીઓને આ અનુભવ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ કેટલાક લોકોએ માતા-પિતા બનવાની એક તક મેળવવા માટે ભારે હૃદયે રાહ જોવી પડતી હોય છે!

વંધ્યત્વને આપણે When we see infertility as an issue numerically, its merely a tip of the iceberg. આ પાછળનું મુખ્ય કારણ તેની સાથે સંકળાયેલા સામાજિક કલંકના કારણે સર્જાતી સ્વીકૃતિનો અભાવ છે.

એક સમાજ તરીકે આપણે, અન્ય તબીબી સમસ્યાઓની માફક વંધ્યત્વને પણ એક તબીબી સમસ્યાના દ્રષ્ટિકોણથી જોવી જોઇએ અને સંતાન મેળવવા માટે ઇચ્છુક ઘણાં દંપતીઓ માટે આ બાબત સકારાત્મક પુરવાર થશે.

વંધ્યત્વ એટલે શું? કઇ વ્યક્તિને ગર્ભ ધારણ કરવામાં સમસ્યા થતી હોવાનું કહેવાય?

  • વંધ્યત્વ એટલે ગર્ભનિરોધક લીધા વિના એક વર્ષ સુધી નિયમિતપણે જાતીય સબંધ બાંધવા છતાં ગર્ભધારણ કરવામાં (ગર્ભવતી બનવામાં) અસમર્થ રહેવું.
  • વંધ્યત્વનાં કારણો કયાં કયાં છે? શું આ માટે પત્નીમાં સમસ્યા હોય છે કે, પતિમાં?
  • વંધ્યત્વ માટે ઘણાં કારણો જવાબદાર હોય છે.
  • આ માટે પતિ અને પત્ની બંને જવાબદાર હોઇ શકે છે.
  • ગર્ભધારણ કરવામાં અસમર્થતા પાછળ ઘણાં સ્ત્રી સંબંધિત પરિબળો અને પુરુષ સંબંધિત પરિબળો જવાબદાર હોઇ શકે છે. કેટલાક કિસ્સામાં, ગર્ભધારણ કરવામાં આવતી મુશ્કેલી માટે કોઇ ચોક્કસ જવાબદાર કારણ જાણી શકાતું નથી, આવા કિસ્સાને ‘અનએક્સ્પ્લેઇન્ડ’ (અસ્પષ્ટ, સંદિગ્ધ) તરીકે ઓળખવામાં આવે છે.

વંધ્યત્વ માટેનાં જવાબદાર કારણો

મહિલાઓમાં:

  • ફોલિકલ (ઇંડા)ના વિકાસમાં અસામાન્યતા,
  • અંડાશય (ઓવરી)માંથી ઇંડા છૂટા પડવાની ક્રિયાની ગેરહાજરી (એનોવ્યુલેશન)
  • પોલિસિસ્ટિક ઓવરીયન સિન્ડ્રોમ
  • ટ્યૂબ બ્લોક હોવી,
  • રચનામાં અસામાન્યતા (અસામાન્ય આકાર, ગર્ભાશયમાં સેપ્ટમ) અથવા ઇન્ટ્રાયુટરિન એડહેશન્સ,
  • સર્વાઇકલ પરિબળ (શુક્રાણુને દાખલ થવામાં વિપરિત અસર પહોંચાડતા સર્વાઇકલ સિક્રેશન્સ – સ્રાવ),
  • એન્ડોમેટ્રિઓસિસ (ગર્ભાશયની બહાર યુટરિન ટિશ્યૂની હાજરી), વગેરે.
  • મહિલાઓની વધતી વય સાથે તેમની પ્રજોત્પાદનની સંભવિતતા ઘટતી જાય છે.

પુરુષોમાં:

  • અઝૂસ્પર્મિયા (વીર્યમાં શુક્રાણુની ગેરહાજરી)
  • શુક્રાણુની ગતિશીલતા સંબંધિત સમસ્યાઓ,
  • શુક્રાણુઓની અસામાન્ય રચના,
  • સ્ખલન (ઇજેક્યુલેશન) સંબંધિત તકલીફો, વગેરે.

બંને પાર્ટનર્સ માટેનાં સમાન પરિબળો:

  • ડાયાબિટીસ, થાઇરોઇડ સંબંધિત તકલીફો, હાઇપર ટેન્શન, કેટલાક ઓટોઇમ્યૂન રોગો, જાતીય સંક્રમિત બિમારીઓ વગેરે જેવી સમસ્યાઓ પ્રજોત્પાદન પર વિપરિત અસર પહોંચાડી શકે છે.
  • પુરુષોમાં ધૂમ્રપાન, દારૂનું વ્યસન, મેદસ્વીતા, લાંબા સમય સુધી કેટલીક દવાઓનો ઉપયોગ વગેરેની વીર્ય સંબંધિત માપદંડો પર અસર પડે છે અને ઉપરોક્ત પરિબળો મહિલાઓમાં હોર્મોન સંબંધિત અસમતુલનનું કારણ બની શકે છે.
  • યોગ્ય જાતીય શિક્ષણનો અભાવ, માસિક ચક્ર દરમિયાન જાતીય સબંધનો અયોગ્ય સમયગાળો વગેરે બાબતો ગર્ભધારણ પર વિપરિત અસર પહોંચાડી શકે છે.
  • વંધ્યત્વની શું અસરો ઉપજે છે?
  • વંધ્યત્વની દંપતીના શારીરિક તથા માનસિક આરોગ્ય પર અસર પડે છે.
  • આ ઉપરાંત તેની ઘણી મનો-સામાજિક અસરો રહેલી છે. દંપતી અસ્વીકૃતિ, હતાશા, નિરાશા વગેરે જેવી સ્થિતિમાંથી પસાર થાય, તેવી શક્યતા રહે છે.
  • વંધ્યત્વની સમસ્યા તથા સંતાન ધરાવવાના અસામર્થ્ય સાથે સંકળાયેલું સામાજિક લાંછન વંધ્ય દંપતીની માનસિકતાને પ્રભાવિત કરે છે અને તેના કારણે દંપતીઓ આઇસોલેશનમાં જતાં રહે છે.
  • લાંબા સમય સુધી ચાલતી સારવારની સાથે સાથે સારવારનો ઊંચો ખર્ચ દંપતી પર નાણાંકીય ભારણ સર્જે છે.

વધુ જાણકારી માટે purvapals@yahoo.co.in પર ડો. પૂર્વા સહકારીનો સંપર્ક કરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.