ગૃહવિભાગના નિવેદન મુજબ આ પુરસ્કાર સાથે કોઈ પણ ચેક કે રોકડા નહીં અપાય. તેમજ એક વર્ષમાં ત્રણથી વધારે પુરસ્કાર એનાયત કરાશે નહીં. સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર શરૂ કરવાની બાબતે પહેલા જ સૂચના જાહેર કરી દેવાઈ છે. પુરસ્કારનો હેતુ રાષ્ટ્રીય એકતા અને અખંડતાને વધારવા તેમજ મજબૂત અને અખંડ ભારતના મૂલ્યને સુદ્દઢ કરવાનો છે.
![આ છે પુરસ્કારની તસ્વીર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4556962_kl.jpg)
આ પુરસ્કાર રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરાશે. વડાપ્રધાન દ્વારા એક પુરસ્કાર સમિતિની રચના કરવામાં આવશે. જેમાં પ્રધાનમંડળના સચિવ, વડાપ્રધાનના મુખ્ય સચિવ અને રાષ્ટ્રપતિના સચિવ સહિત ગૃહખાતાના સચિવનો સમાવેશ કરાશે. ઉપરાંત વડાપ્રધાન અન્ય ત્રણથી ચાર લોકોનો સમાવેશ કરશે. આ પુરસ્કાર માટે કોઈપણ સંસ્થા અને નાગરિકો નામ સૂચિત કરી શકે છે. વ્યક્તિ પોતાનું પણ નામ સૂચવી શકે છે. ઉપરાંત રાજ્ય સરકારો, સંઘપ્રદેશ અને વિવિધ વિભાગો પણ પુરસ્કાર માટે નામોનું સૂચન આપી શકે છે.