શુક્રવારે એક અધિકારીએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે, ચંદા કોચર, દિપક અને ધૂત વિરુદ્ધ કેસ દાખલ કર્યા બાદ આ પગલા લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ છે કે, વિડીયોકોન ગ્રુપ માટે 1875 કરોડ રુપિયાના દેવાને મંજુરી આપવાના ભ્રષ્ટાચારના કેસમાં દેશ છોડીને ભાગી નહી શકે. જો કે ચંદા કોચર વિરુદ્ધ સમન જાહેર કરવામાં આવ્યું નથી.
ચંદા કોચર પર આરોપ છે કે, તેમણે તેમના કાર્યકાળમાં વિડીયોકોન ગ્રુપ અને તેનાથી સંબંધ રાખતી કંપનીઓ માટે 1875 કરોડ રુપિયાની 6 લોન લેવા માટેની મંજુરી આપી દીધી હતી. CBI દ્વારા દાખલ કરેલા કેસમાં બૈંકિગ ઉદ્યોગથી જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ, જેમાં ICICI બેંકના CEO સંદીપ બખ્શી પણ શામેલ છે. તેમના પર આરોપ છે, કે મંજુરી આપવા વાળી કમિટીમાં તે શામેલ હતા અને તેમનુ કામ હતુ કે તેઓ આ કેસમાં તપાસ કરે.