મુંબઈ: કોરેગાંવ ભીમાં હિંસા અંગે નોંધાયેલા કેસો પૈકી 348 કેસોને રદ કરી દેવાયા હોવાનું કોંગ્રેસના ધારાસભ્ય શરદ રનપીસે દ્વારા પુછાયેલા સવાલના જવાબમાં ગૃહપ્રધાને કહ્યુ હતું.
ગૃહપ્રધાન દેશમુખે કહ્યુ હતું કે, 'ભીમા કોરેગાંવ હિંસામાં કેટલાક લોકો સામે 649 કેસ નોંધાયા હતાં. જેમાંથી 348 કેસોને પાછા ખેંચાયા છે. તેમણે કહ્યુ હતું કે, અન્ય કેસોની તપાસ ચાલી રહી છે. તે પૂર્ણ થયા બાદ તે અંગે નિર્ણય લેવાશે'
દેશમુખે ઉમેર્યુ હતું કે, ' રાજ્ય સરકાર મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ અંતર્ગત એલગાર પરિષદ મામલે તપાસ કમિટીની રચના કરવાનું વિચારી રહી છે.'