જયપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થવાથી ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન કૈલાસ ચૌધરીએ મંગળવારે આત્મનિર્ભર ભારત અભિયાનના બૂથ લેવલના કાર્યક્રમની શરૂઆત રાજસ્થાનના સીવાનાથી કરી હતી. જેનો પ્રથમ કાર્યક્રમ મંગળવારે સમદરીમાં યોજાયો હતો.
કાર્યક્રમને લઇને કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન સમદરીથી સીવાના તરફ આવી રહ્યા હતા, ત્યારે તેમની ગાડીએ સંતુલન ગુમાવ્યું હતું. જેથી તેમની કાર રસ્તા પરના ઇલેક્ટ્રિક થાંભલા સાથે ટકરાઈ હતી. ગાડી ટકરાવવાથી ગાડીમાં સવાર 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટ ખસેડવામાં આવ્યા છે.