ETV Bharat / bharat

શું ભારતની લોકશાહીને બચાવી શકાશે ? - ડિજિટલ ટેક્નોલૉજી

ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે સુધારાની જરૂર છે તેની વાત મુખ્ય ચૂંટણી કમિશ્નરે કરી હતી તે વાતને 20 વર્ષ થવા આવ્યા છે. ધનિક લોકો અને અસામાજિક તત્ત્વોના હાથમાં સમગ્ર પ્રક્રિયા આવી ના જાય તે માટે તેમણે ચેતવણી આપી હતી. તેમની સલાહને કોઈએ ધ્યાનમાં લેવામાં ના આવી અને તેના કારણે 2019માં લોકસભાની ચૂંટણી યોજાઇ, તેના કારણે 60,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. અમેરિકાના પ્રમુખની ચૂંટણી કરતાં આ ખર્ચો ચાર ગણો વધારે હતો.

ETV BHARAT
શું ભારતની લોકશાહીને બચાવી શકાશે ?
author img

By

Published : Mar 8, 2020, 11:22 PM IST

ન્યૂઝ ડેસ્કઃ સેન્ટર ફૉર મીડિયા સ્ટડીઝ (CMS)ના એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર ભારતમાં ચૂંટણીઓ જેટલી ખર્ચાળ છે, તેટલી દુનિયાના બીજા કોઈ દેશોમાં નથી. ભારતમાં 90 કરોડ મતદારો છે અને દેશભરમાં 80 સંસદીય વિસ્તારો એવા હતા, કે જ્યાં એક જ બેઠક પર 100 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો.

1998માં ઇન્દ્રજિત ગુપ્તા સમિતિએ સંસદની ચૂંટણીમાં થતા ખર્ચની ગણતરી કરીને ભલામણ કરી હતી કે, ઉમેદવારો ખર્ચે કરે તેમાંથી કેટલોક સરકારે ભોગવવો જોઈએ. હાલનો ઇતિહાસ દર્શાવે છે કે કાળા નાણાંનો પ્રવાહ જીતતા ઉમેદવારો, માથાભારે અને ગુનેગાર ઉમેદવારો અને સત્તાભૂખ્યા રાજકારણીઓ સાથે જોડાયેલો હોય છે.

ચૂંટણીમાં થતા બેફામ ખર્ચનો જ્યારે પણ મામલો ઊભો થાય છે ત્યારે સરકાર દ્વારા ચૂંટણી ખર્ચ ઉઠાવવામાં આવે તેની માગણી તરત સામે આવે છે. મોદી સરકારે હાલમાં જ સંસદને જણાવ્યું હતું કે, ચૂંટણી લડવા માટે ઉમેદવારોને થતો ખર્ચ ઉપાડવા માટે ચૂંટણી પંચે ભલામણ કરી છે તેને સરકારે સ્વીકારી નથી. કેન્દ્ર સરકાર ચૂંટણી ખર્ચ નક્કી કરી આપે તેનાથી વધારાનો ખર્ચ ઉમેદવાર કરશે તેના પર નજર રાખવાની ચૂંટણી પંચની અક્ષમતા છે તેમ પંચે જણાવ્યું હોવાનું પણ સરકારે સંસદને કહ્યું હતું.

ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર નસિમ ઝૈદીએ કહ્યું હતું કે, સરકાર સિસ્ટમમાં ઘૂસી ગયેલા ગુનેગારોને હટાવશે નહીં અને ચૂંટણી લડવાનો ખર્ચ આપવા લાગશે તો અરાજક ફેલાઈ જશે. નિયંત્રણો વધારે કડક કરવામાં આવે અને સમગ્ર પદ્ધતિ પારદર્શી ના થાય ત્યાં સુધી આવી રીતે ફંડ આપવાથી અરાજક ફેલાશે. સમગ્ર રીતે ચૂંટણી પ્રક્રિયામાં સુધારા કરવાની જરૂર છે.

જુલાઈ 2017માં અરૂણ જેટલીએ સ્વીકાર્યું હતું કે, કાળુ નાણું છેલ્લા સાત દાયકામાં ભારતીય લોકશાહીનું ઇંધણ બની રહ્યું છે. આ પ્રક્રિયામાં ચાલતા ભ્રષ્ટાચારને નાથવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરકારો, રાજકીય પક્ષો, સંસદ અને મતદારો સૌ કોઈ સામુહિક રીતે નિષ્ફળ ગયા છે એમ તેમણે કહ્યું હતું. જેટલીએ ચૂંટણી ભંડોળમાં કાળું નાણું દૂર કરવા માટે ઇલેક્ટ્રોરલ બોન્ડનો વિચાર દાખલ કર્યો હતો, પરંતુ એ બોન્ડની પદ્ધતિ જ પારદર્શીતા અને જવાબદારીને તોડી નાખનારી સાબિત થઈ છે.

જુલાઈ 2019માં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે એક જ રાજકીય પક્ષ 90 ટકા નાણાકીય સ્રોતો કબજે કરી રહ્યો છે, ત્યારે સરકારે ચૂંટણી માટેનો ખર્ચ ભોગવવો રહ્યો. પૈસો, સત્તા અને રાજકીય તાકાતથી દાયકાઓથી ભારતીય લોકતંત્ર જકડાયેલું છે.

દિનેસ ગોસ્વામી સમિતિથી માંડીને સેકન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મસ કમિશન સહિતના ઘણા પંચોએ અહેવાલો આપ્યા છે, તેનું નવેસરથી મૂલ્યાંકન કરવું જરૂરી છે. 2013માં ચૂંટણી પ્રક્રિયામાં સુધારા માટેના 8 મહત્ત્વના મુદ્દા વિશે મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. તે મુસદ્દો ન્યાયિક સંસ્થાઓ, વકીલો, રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ, નાગરિક અધિકાર પંચો, શિક્ષણસાસ્ત્રીઓ, પ્રજાના પ્રતિનિધિઓ અને જુદાં જુદાં ક્ષેત્રનાં નિષ્ણાતોને સોંપવામાં આવ્યો હતો. તે મુસદ્દાના જવાબમાં માત્ર 150 લોકોએ જ પ્રતિસાદ આપ્યો હતો. સમાજના દરેક હિસ્સામાં રાજકીય ભ્રષ્ટાચાર પ્રસરી ગયો છે, ત્યારે સરકાર પગલાં લેવામાં હજી પણ ઉપેક્ષા દાખવી રહી છે.

જસ્ટિસ ચાગલાએ 6 દાયકા પહેલાં કહ્યું હતું કે મતદારોની પ્રામાણિકતાની રક્ષા થવી જોઈએ, કેમ કે પુખ્ત વયના આધારે જ તમામને મતદાનનો અધિકાર અપાયો છે. રાજકીય પક્ષો મતદારોને મત આપવા માટે અરજ કરવાના બદલે મત આપવાની માગણી કરતાં થઈ ગયા છે. તેના કારણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બહુ જ ખર્ચાળ થઈ ગઈ છે.

2019માં લોકસભાની ચૂંટણી વખતે ઉમેદવારોએ કુલ 25,000 કરોડ રૂપિયાનો ખર્ચ પ્રચાર પાછળ કર્યો હતો. સમાજના દરેક વર્ગને ચૂંટણી લડવાની તક મળી જોઈએ તેવી અડવાણીની સલાહ વર્તમાન સમયમાં અર્થહિન થઈ ગઈ છે.

ડિજિટલ ટેક્નોલૉજીને કારણે પ્રચાર માટેનું નવિન માધ્યમ ઊભું થયું છે. આમ છતાં ચૂંટણીઓમાં ગેરરીતિ ઓછી થઈ નથી. એકવાર જીતી ગયા પછી ઉઘાડી લૂંટ ચલાવતા રાજકારણીઓ પર નજર રાખવા માટે જાગૃત્ત મતદારોની સિસ્ટમ ઊભી થવી જરૂરી છે. કેન્દ્ર સરકારે પોતે જ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે રાજકીય પક્ષોને ક્યાંથી ભંડોળ મળે છે તે જાણવાની પબ્લિકને જરૂર નથી.

રાજકીય પક્ષો આવી નકારાત્મક માનસિકતામાંથી બહાર આવે તે જરૂરી છે. ભારતીય લોકતંત્રને પુનઃ ચેતનવંતુ બનાવવા માટે શું કરવું જોઈએ તેની રાષ્ટ્રીય કક્ષાએ ચર્ચા થવી જરૂર છે.

1990ના દાયકામાં લૉર્ડ નોલન સમિતિએ નોંધ્યું હતું તે પ્રમાણે ભારતના રાજકીય પક્ષોએ યુનાઇટેડ કિંગડમનું અનુકરણ કરીને પોતાની જવાબદારી અને પારદર્શિતા દાખવવી જોઈએ. લોકશાહીની ભાવનાને શોભે તે રીતના પરિવર્તનો રાજકીય પક્ષોમાં ના આવે ત્યાં સુધી દેશને બચાવી શકાશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.