નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ મંગળવારે દેશને સંબોધિત કર્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટેંસિંગનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ કહ્યું હતું કે, લોકડાઉન આ સમયે જરૂરી છે. તમે આ સમયે કોઇને પણ ના મળો, પોતાના ઘરમાં જ રહો અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરો. PMની અપીલની અસર દેશના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે. બુધવારે PMOમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં પણ સોશિયલ ડિસ્ટેંસિંગ જોવા મળ્યું છે. બધા પ્રધાન 1-1 મીટરના અંતરે બેઠા છે.

બુધવારે લોકડાઉનના પ્રથમ દિવસે લોકો દૂધ અને શાકભાજીની દુકાને પહોંચ્યા હતા. પરંતુ એક એક મીટરનું અંતર રાખ્યું હતું. આવી રીતે લોકો સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. કોરોનાના કારણે વિશ્વમાં 18,922 લોકોના મોત થયા છે.