હોલ તો આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મહબૂબનગરને સોંપવામાં આવ્યો છે.તો કોર્ટને અપીલ કરવામાં આવી છે કે આ કેસમાં ટૂંક સમયમાં જ નિર્ણય આપવામાં આવે. ત્યારે આ મામલે પાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પણ પોતાની એક ટીમ હૈદરાબાદ રવાના કરી છે.Etv ભારત સાથે વાત કરતા રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ જણાવ્યું કે,આ ખુબ જ શરમજનક ઘટના છે.તેમણે કહ્યું કે, આ કેસમાં રાજ્ય સરકાર પર કાર્યવાહી માટે તેઓ દબાણ કરશે અને પીડિતાના પરિવાર સાથે પણ મુલાકાત કરશે.
ઉલ્લેખનીય છે તે 27 વર્ષીય મહિલા ડોક્ટરનો મૃતદેહ ખરાબ હાલતમાં મળી આવ્યો હતો.જે આ ઘટનાના એક દિવસ આગાઉ ગુમ થઇ હતી.અમુક સ્થાનિકો દ્વારા તેના ખરાબ મૃતદેહને જોવામાં આવ્યો હતો અને સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી . જે બાદ પોલીસે સમગ્ર વિગતો મેળવીને આગળની તપાસ શરૂ કરી હતી.