શ્રીનગર: બોર્ડર સિક્યુરિટી ફોર્સના (BSF) જવાનોએ પાકિસ્તાનના એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. જમ્મુમાં પાકિસ્તાનમાંથી હથિયાર અને ડ્રગ્સની દાણચોરીના પ્રયાસને BSFએ નિષ્ફળ કર્યો છે.
જમ્મુ-કાશ્મીરના અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તામાંથી હથિયાર અને ડ્રગ્સની દાણચોરીના પ્રયાસોને જવાનોએ નિષ્ફળ કર્યો છે.
શનિવારે રાત્રે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોઈને બીએસએફના જવાનોએ કાર્યવાહી કરી હતી. જેમાં BSFના જવાનોએ હથિયાર, દારૂગોળો અને માદક દ્રવ્યોની દાણચોરી કરવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ કર્યો હતો.
બુલ્લેચકની બોર્ડર આઉટપોસ્ટ (બીઓપી) પર તૈનાત બીએસએફના જવાનોએ શનિવારે રાત્રે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક પાકિસ્તાની શખ્સની શંકાસ્પદ ગતિવિધિ જોઇને ફાયરિંગ કર્યું હતું.
બીએસએફ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહ્યું કે, રવિવારે સવારે આ વિસ્તારમાં શોધખોળ બાદ માલસામાન મળી આવ્યો છે. જેમાં શંકાસ્પદ નશીલા પદાર્થોના 58 પેકેટ, બે પિસ્તોલ, ચાર મેગેઝિન અને દારૂગોળો સામેલ છે.