ETV Bharat / bharat

BSFના સર્ચ ઓપરેશન દરમિયાન સાંબા બોર્ડર પર પાકિસ્તાનને જોડતી સુરંગ મળી આવી

author img

By

Published : Aug 29, 2020, 6:45 PM IST

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ને જમ્મુ કાશ્મીરના સાંબા ખાતે એક ટનલ મળી છે, જે પાકિસ્તાનથી શરૂ થાય છે અને સાંબા પર સમાપ્ત થાય છે.

BSF detects tunnel along India-Pak border in Jammu
BSFના સર્ચ ઓપરેશન દરમિયાન સાંબા બોર્ડર પર પાકિસ્તાનને જોડતી સુરંગ મળી આવી

શ્રીનગર: બોર્ડર સિક્યુરિટી ફોર્સ(BSF)એ જમ્મુમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ફેન્સીંગની નજીક એક સુરંગ શોધી કાઢી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અન્ય જગ્યાએ આવી સુરંગો છે કે કેમ તે શોધવા માટે ફોર્સ દ્વારા આખા વિસ્તારમાં મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આ સુરંગ વિશે પણ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. જેનો ઉપયોગ ઘૂસણખોરી માટે અને માદક પદાર્થો, શસ્ત્રોની દાણચોરી માટે થઈ શકે છે.

અધિકારીઓએ કહ્યું કે, બીએસએફના ડિરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાએ સરહદ પર તૈનાત કમાન્ડરોને સૂચના આપી છે કે, સરહદ પર ઘૂસણખોરી વિરોધી સિસ્ટમ અસરકારક રહે અને સરહદ પર કોઈ ખામી ન રહે તે સુનિશ્ચિત કરવું. ગુરુવારે જમ્મુના સાંબા સેક્ટરમાં પેટ્રોલિંગ દરમિયાન બીએસએફના જવાનોને ભારતીય ક્ષેત્રમાં સરહદની વાડ નજીક સ્થિત આ સુરંગ વિશે જાણ થઈ હતી.

તેમણે કહ્યું કે, સુરંગની તપાસ કરવા માટે ત્વરિત મશીન બોલાવવામાં આવ્યું હતું. સ્થળ પર તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે, આ સુરંગનું નિર્માણ ચાલી રહ્યું છે, જેની લંબાઈ લગભગ 20 મીટર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સુરંગ આશરે 25 ફૂટની ઉંડાઈ પર બનાવવામાં આવી હતી અને તે બીએસએફ 'વ્હેલબેક' ચોકી નજીક છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે બીએસએફના ઈન્સ્પેક્ટર જનરલ (જમ્મુ) એન.એસ.જામવાલ પણ ઘટના સ્થળે ગયા હતા અને કામગીરીની સમીક્ષા કરી હતી. આ મામલે જમ્મુના બીએસએફના આઈજી એન.એસ.જામવાલના જણાવ્યા મુજબ, આ સુરંગ પાકિસ્તાનની સરહદથી શરૂ થાય છે અને સાંબામાં સમાપ્ત થાય છે. તેમણે કહ્યું કે, સરહદની વાડની નજીક ભારતીય ક્ષેત્રમાં મળેલી આ સુરંગ 20 ફૂટ લાંબી, લગભગ 3-4 ફૂટ વ્યાસ છે. તેને છુપાવવા માટે સેન્ડબેગ લગાવવામાં આવી છે.

તેમણે કહ્યું કે, બીએસએફને છેલ્લા કેટલાક દિવસોથી એવી માહિતી મળી રહી હતી કે પાકિસ્તાન દ્વારા સુરંગ ખોદવામાં આવી રહી છે. આ માટે, અમે કેટલીક વિશેષ ટીમો બનાવી હતી જેમાં એક ટીમને સુરંગ મળી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરંગના પ્રવેશદ્વાર પર 8થી 10 રેતીની થેલીઓ મળી આવી છે, જેમાં કરાચી અને તેના પર 'શકરગઢ' લખેલું છે. તેમના પર નોંધાયેલ બાંધકામની તારીખ અને સમાપ્તિની તારીખ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.