જયપુર: અરજીમાં જણાવાયું છે કે, આ કેસમાં આરોપી વતી 8 કેસ માટે અલગ અલગ 32 અપીલ દાખલ કરવાની રહેશે. જેથી અપીલ રજૂ કરવામાં વધારે સમય લાગવાની સંભાવના છે. આ સાથે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર તમામ દસ્તાવેજો અંગ્રેજીમાં અનુવાદિત કરવાની વિનંતી કરવામાં આવી છે. આ અંગે સુનાવણી કરતી વખતે કોર્ટે નવેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી કેસની સુનાવણીને મુલતવી રાખી છે.
13 મે 2008ના રોજ, શહેરમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં 12થી વધુ લોકોના મોત થયા હતા એન મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. ગયા વર્ષે 20 ડિસેમ્બરે બોમ્બ બ્લાસ્ટ કેસમાં વિશેષ અદાલતે શાહબાઝ હુસેન, મોહમ્મદ સૈફ, સૈફુર ઉર્ફે સેફુર્રહમાન, સલમાન અને સરવર આઝમીને ફાંસીની સજા સંભળાવી હતી.