ભાજપના સૂત્રોનું કહેવું છે કે, પાર્ટી નેતૃત્વ ટૂંક સમયમાં જ સ્થિતીનું નિરીક્ષણ કરશે કે, ઝારખંડમાં ક્યાં ભૂલ થઈ, કઈ જગ્યાએ રાજ્યમાં આંતરિક વિખવાદ તથા સ્થાનિક મુદ્દા ઉપરાંત એકતા સાથે ઉતરેલા વિપક્ષનું વિશ્લેષણ કરવામાં આવશે.ઉપરાંત દિલ્હી સહિત આગામી ચૂંટણી માટે પણ રણનીતિ બનાવવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું છે કે, ઝારખંડના પરિણામોએ સ્થાનિક નેતાઓને વધુ મહત્વ આપવા પર ભાર મુક્યો છે. ખાસ કરીને ત્યાં કે, જ્યાં પાર્ટી સત્તામાં છે. તેમણે કહ્યું કે, ભાજપને મહારાષ્ટ્રમાં અમુક સીટોનું નુકશાન થયું છે. કારણ કે, અનેક સ્થાનિક નેતાઓની ટિકિટ કાપી નાખી છે, જેને દેવેન્દ્ર ફડણવીસ સાથે સારા સંબંધો નહોતા.
ઉલ્લેખનીય છે કે, ઝારખંડના તે સમયના મુખ્યપ્રધાન રઘુવર દાસ, પોતાની પાર્ટીના જ એક નેતા સરયુ રાય સામે હારી ગયા. રાય દિગ્ગજ નેતા છે અને કેન્દ્રીય નેતૃત્વએ દાસના કામકાજ પર રાયે ઉઠાવેલા વાંધાઓને નજરઅંદાજ કર્યા જેનું પરિણામ અત્યારે ભોગવવું પડ્યું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, તેનાથી પાર્ટી શાસિત રાજ્યો આસામ, ઉત્તરાખંડ અને યુપીમાં થઈ રહેલા ઘટનાક્રમ પર વધારે નજીકથી ધ્યાન આપવાની જરુર છે. સંશોધિત નાગરિકતા કાયદાને લઈ આસામમાં થઈ રહેલા પ્રદર્શનના કારણે પાર્ટી ત્યાં અસંમજશની સ્થિતીમાં આવી ગઈ છે, તો વળી ઉત્તરાખંડની સ્થાનિક ચૂંટણીમાં પણ ભાજપે ખરાબ પ્રદર્શન કર્યું છે.
વડાપ્રધાન મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની પસંદના મુખ્યપ્રધાનોને જ સમર્થન મળતું આવ્યું છે, જ્યારે બળવાખોરને નજરઅંદાજ કરતા રહ્યા છે. સીએએ અને એનઆરસી સાથે જોડાયેલા મુદ્દાઓને લઈ થઈ રહેલા પ્રદર્શનોની વચ્ચે ઝારખંડમાં મળેલી હારના કારણે ભાજપની વિચારધારાત્મક મુદ્દા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
જો કે, ભાજપના નેતાઓએ કહ્યું છે કે, વિચારધારાને કારણે જ પાર્ટીને પોતાના મત ટકાવારી વધારવામાં મદદ મળી છે. વિતેલા વર્ષ બાદ ચાર રાજ્યોમાં ભાજપની હારથી રાજ્યસભામાં વિપક્ષ મજબૂત થઈ શકે છે. જ્યારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને ઝારખંડના ઉપલા સદન માટે ચૂંટણી થશે.
જેએમએમના નેતૃત્વવાળી ત્રણ પક્ષના ગઠબંધને ઝારખંડમાં ભાજપને સત્તામાં બહાર કરી દીધી છે. 81 સીટોવાળી વિધાનસભામાં ગઠબંધનને 46 સીટ મળી છે અને ભાજપને ફક્ત 37માંથી ઘટીને 25 પર આવી ગઈ છે.