રાજસ્થાન: ભીષણ ગરમીમાં ચારે બાજુ અગ્નિ કરી અગ્નિસાધના ઋષિમુનિ અને સાધુ સંતો કરે છે. માધોપુરના સાંસદ સૂખબીર સિંહ જૌનાપુરિયાએ યોગ દિવસ પર જીવનમાં સ્વસ્થ રહેવા માટે અનોખો સંદેશ આપ્યો છે. જૌનપુરિયા સવારે 3થી 4 કલાક યોગ, જિમ અને સાધનામાં પસાર કરે છે. જેનાથી જૌનપુરિયાએ 25 કિલો વજન છેલ્લા 4 મહિનામાં ઓછું કર્યું છે.

સુખબીર સિંહ જૌનાપુરિયાની દિવસની શરુઆત તેમના ઘરમાં જિમથી જ થાય છે. તે સાઈકલિંગથી લઈ યોગ સાધના અને વ્યાયમ અંગે કરી યુવાઓને પણ આહ્વાન કરે છે. દેશની ભાવિ પેઢીની સાથે આપણે સૌએ 1 થી 2 કલાક જેટલો સમય સાધના અને વ્યાયમ માટે આપવો જોઈએ જેથી આપણે સ્વસ્થ રહી શકીએ.