નવી દિલ્હી: ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાએ પણ દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ ઝફરુલ ઇસ્લામ ખાનની ભારત વિરોધી માનસિકતા અને ગેરરિતીઓ માટે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સામે રજૂઆત કરી છે. ધારાસભ્યએ પત્ર લખી પદ પરથી બરતરફ કરવાની માંગ કરી છે.
સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ લખવાનો આરોપ
ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું છે કે, દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ ઝફરુલ ઇસ્લામ ખાને પોતાના બંધારણીય પદનો દુરુપયોગ કરતાં સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, જો ભારતના મુસ્લિમો આરબ દેશોને ફરિયાદ કરશે , તો ભારતમાં ઉહાપોહ મચી જશે. અંગ્રેજીમાં લખેલી પોતાની પોસ્ટમાં તેઓ આતંકવાદી ઝાકિર નાયકને મુસ્લિમોનો હીરો પણ ગણાવી રહ્યાં છે. જે ભારત અને અન્ય દેશોમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે.
ઝફરુલ ઇસ્લામ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે
વિજેન્દ્ર ગુપ્તાએ લેફ્ટનન્ટ ગવર્નરને લખેલા પત્રમાં એમ પણ લખ્યું છે કે, ઝફરુલ ઇસ્લામ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા આ પદ ઉપર મુકવામાં આવેલા લઘુમતી પંચના અધ્યક્ષ વિરુદ્ધ દેશમાં કોમી એકાતાનો ભંગ, ખોટા પ્રચાર-પ્રસાર જ આરોપ છે. આ સિવાય તેઓ ભારતના મુસ્લિમોની સાથે ઉભા રહેવા બદલ અરબ દેશોનો પણ આભાર માની રહ્યાં છે.
લેફ્ટનન્ટ ગવર્નરને લખેલા પત્રમાં વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું છે કે, કોરોના સંકટમાં પણ જમાતી મુસ્લિમોએ દેશભરમાં કોરોના ફેલાવ્યો છે. ઝફરુલ ઇસ્લામે જમાતીઓનો વિરોધ કરવાને બદલે બચાવ કરતા નજરે પડ્યાં છે.