ETV Bharat / bharat

સ્વામીનો ઉત્તરાખંડના CM પર વાર, સરકારને મંદિરોના સંપાદનમાં રસ - ધાર્મિક સ્થળ

સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના એક ટ્વીટમાં ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્ર સિંહ પર નિશાન સાધ્યું છે. સ્વામીએ કહ્યું કે, ઉત્તરાખંડ સરકાર મંદિરોના સંપાદનમાં વધુ રસ લઈ રહી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બારાહોતીની મુલાકાત લેવી જોઈએ. વાંચો સમગ્ર મામલો...

subramanian-swamy
સ્વામીનો ઉત્તરાખંડ CM પર વાર, સરકારને મંદિરોના સંપાદનમાં રસ
author img

By

Published : Jun 24, 2020, 3:24 PM IST

દહેરાદૂન: ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે એક ટ્વીટ કર્યું છે. જેમાં સરકારને આ મુદ્દે ગંભીર રહેવાની સલાહ આપી છે. આ સાથે જ સુબ્રમણ્યમ સ્વામીએ ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્ર સિંહ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ઉત્તરાખંડના બારાહોતી, જિલ્લા ચમોલીની સરહદ ચીન સાથે મળે છે, પરંતુ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન મંદિરોના સંપાદનમાં વધુ રસ લઈ રહ્યાં છે.

  • Govt should pay special interest to Barahoti where China and Nepal can coordinate. The UK Govt is more interested in taking taking of temples than preparing against China. Hence Rajnath should visit Barahoti soon

    — Subramanian Swamy (@Swamy39) June 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તમને જાણીએ કે, ચીન અને ભારત વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ અગાઉ ડોકલામને લઈને બંને દેશો વચ્ચે વિવાદ થયો હતો. તાજેતરમાં જ ગલવાન ખીણમાં ભારત-ચીનની હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતાં. જેનો તણાવ ભારત-ચીન સરહદ પર હજુ પણ છે. જેથી ચીનની આ કાર્યવાહી બાદ આખો ભારત દેશ ઉકળી રહ્યો છે.

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે એક ટ્વીટ કર્યું છે, જેમાં સ્વામીએ સરકારને સરહદ મામાલે ગંભીરતા રાખવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, સરકારે વારંવાર ધ્યાન આપવું જોઈએ, જ્યાં ચીન અને નેપાળ પરસ્પર સમજૂતી કરી રહ્યાં છે. પોતાના એક ટ્વીટમાં ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્ર સિંહ પર નિશાન સાધ્યું છે. સ્વામીએ કહ્યું કે, ઉત્તરાખંડ સરકાર મંદિરોના સંપાદનમાં વધુ રસ લઈ રહી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બારાહોતીની મુલાકાત લેવી જોઈએ.

નોંધનીય છે કે, રાજ્યસભાના સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ એક પીઆઈએલ દાખલ કરી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા ચારધામના મંદિરોના સંચાલન માટે લાવવામાં આવેલ દેવસ્થાનમ બોર્ડ એક્ટને ગેરબંધારણીય ગણાવ્યો છે. આ અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, દેવસ્થાનમ બોર્ડ દ્વારા ચારધામ અને 51 અન્ય મંદિરોનું સરકારનું સંચાલન બંધારણની કલમ 25 અને 26નું ઉલ્લંઘન છે. સરકારના આ નિર્ણય પછી અસરગ્રસ્ત ધાર્મિક સ્થળો અને મંદિરોના પૂજારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સુબ્રહ્મણ્યમ સ્વામી દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે, અગાઉ કેટલાક અન્ય રાજ્યોએ પણ આવા કેટલાક નિર્ણયો લીધા હતાં. જેના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. આ મામલે સુપ્રીમ કોર્ટના ઘણા નિર્ણયો પહેલાથી જ છે. સ્વામીએ ઉત્તરાખંડ સરકારના નિર્ણયને નીતિઓ વિરુદ્ધ ગણાવ્યો છે અને દેવસ્થાનમ બોર્ડને નાબૂદ કરવાની માંગ કરી છે. હાલ આ કેસ નૈનિતાલ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.