- બિહાર ચૂંટણી માટે ભાજપે 'E- કમલ' વેબસાઇટ લૉન્ચ કરી
- પાર્ટી થીમ સોન્ગ પણ લૉન્ચ કર્યું
- ભાજપ સાંસદ મનોજ તિવારી, પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસવાલ અને ભુપેન્દ્ર યાદવ ઉપસ્થિત
પટનાઃ બિહાર બીજેપી તરફથી જ 'E- કમલ' વેબસાઇટ લૉન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત પાર્ટી થીમ સોન્ગ પણ લૉન્ચ કર્યું છે. લૉન્ચિંગના અવસરે ભાજપ સાંસદ મનોજ તિવારી, પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસવાલ અને ભુપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ભાજપના નેતાઓએ વિપક્ષ પર ચારે બાજૂથી હુમલો કર્યો હતો.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસ્વાલે લૉન્ચિંગના પ્રસંગે કહ્યું કે, નરેન્દ્ર મોદીની સિદ્ધિઓને વેબસાઇટ દ્વારા જન-જન સુધી લઇ જવામાં આવશે. આ સાથે જ તેમણે કોંગ્રેસ અને આરજેડી પર શાબ્દિક હુમલો કર્યો હતો.
'મોદી જી કી લહેર'
જાહેર કરેલા ઇ-કમલ ન્યૂઝ લેટર અને પ્રચાર વીડિયોમાં પાર્ટીના બધા મોટા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પાર્ટી નેતા અને અભિનેતા દિનેશ લાલ યાદવ 'મોદી જી કી લહેર' ગીત પર પ્રસ્તુતિ આપતા જોવા મળે છે. પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સાંસદ મનોજ તિવારી અને બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જાયસ્વાલે તેને લૉન્ચ કર્યું છે.
શું કહે છે ભુપેન્દ્ર યાદવ?
બિહાર પ્રભારી ભુપેન્દ્ર યાદવે કહ્યું કે, રાષ્ટ્રીય જનતા દળના નાના-નાના દળોએ છેતરપીંડી કરવાનું કામ કર્યું છે. ભાજપના નેતા ભુપેન્દ્ર યાદવે કહ્યું કે, કોંગ્રેસ અને રાજદ વામપંથને બિહારમાં મજબુત કરવામાં જોડાયેલી છે. ઉગ્ર વામપંથ રાજદના નબળા નેતૃત્વને લીધે પોતાની સ્થિતિ મજબુત કરવામાં જોડાયેલી છે. કોંગ્રેસ અને રાજદને તેના પર જવાબ આપવો જોઇએ.