આ ઉપરાંત આ બેઠકમાં હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલા ખટ્ટર, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર છે.
ભાજપે જો કે, હરિયાણામાં આ વખતે નિર્ણય કર્યો છે કે, સાંસદ અથવા ધારાસભ્યોના પરિજનોને ટિકિટ આપવામાં નહીં આવે.
હાલમાં ભાજપે અલગ અલગ રાજ્યોમાં કુલ 36 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં ઉત્તર પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, કેરલ, મેઘાલય, મધ્ય પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, સિક્કીમ અને તેલંગણાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં પેટાચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે. જેનું પરિણામ 24 ઓક્ટોબરે આવશે.