રામ વિલાસ પાસવાને આ અંગે શનિવારે કહ્યું હતું કે, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના તપાસના બીજા સ્ટેજમા જે રિપાર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, તેમા દિલ્હની સાથે કલકત્તા તથા ચેન્નઇના પાણીના નમુનાની પણ તપાસ દરમિયાન 11માંથી 10 નમુના નિષ્ફળ રહ્યા હતા. રવિવારના રોજ આમ આદમી પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કરતા પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, વિકાસના નામે આપ સરકારે દિલ્હીના લોકોને ઝેરીલુ પાણી પીવડાવ્યું છે.
ચાંદની ચોકથી ભાજપ સાંસદ ડૉ. હર્ષવર્ધને ટ્વીટ કર્યું હતું કે, ફ્રી પાણી આપવાના નામે કેજરીવાલે દિલ્હીના લોકોને ઝેરીલુ પાણી પીવડાવી રહ્યા છે. દેશના 20 શહેરોના સર્વેમાં દિલ્હી છેલ્લા સ્થાને છે. વિકાસના મોટા મોટા વાયદા કરનાર સરકાર લોકોને ચોખ્ખુ પાણી પણ આપી શકતી નથી.
જે બાદ કેજરીવાલે જવાબ આપતા કહ્યું છે કે, સર તમે એક ડોક્ટર છો. તમને ખબર છે કે આ રિપોર્ટ ખોટો છે અને રાજકારણથી પ્રેરિત છે. તમારા જેવા વ્યક્તિએ ગંદા રાજકારણમાં ન ફસાવવું જોઈએ.
અહીં મહત્વનું છે કે, કેજરીવાલ દિલ્હી જળ બોર્ડના ચેરમેન પણ છે.