પટણા: બે દિવસ પહેલા બિહારના મુખ્યપ્રધાન સહિત CM કાર્યલયના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાયો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ટેસ્ટમાં મુખ્યપ્રધાન તેમજ 14 કર્મચારીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં. જ્યારે 15 કર્મચારીઓમાં કોરોનાનાં લક્ષણ જોવા મળ્યા હતાં.
વિધાનસભા સમિતિના અધ્યક્ષ અવધેશ નારાયણ સિંઘનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ નીતિશ કુમારનું કોરોના પરિક્ષણ કરાયુ હતું. કારણ કે, 1 જૂલાઈના રોજ યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં બંને એક મંચ પર બેઠા હતાં.
મુખ્યપ્રધાન નીતિશ કુમારનો રિપોર્ટ ભલે નેગેટિવ આવ્યો હોય પરંતુ તેમની ભત્રીજી કોરોના પોઝિટિવ હોવાથી તેને સારવાર માટે એઈમ્સમાં ખસેડાઈ છે.
આ વચ્ચે કેન્દ્રીય ગૃહ વિભાગે આપેલા આંકડા પ્રમાણે બિહારમાં અત્યાર સુધીમાં 10,954 કેસ પોઝિટિવ આવ્યા છે. જે પૈકી 2660 એકટીવ કેસ છે. તેમજ 8214 લોકો સ્વસ્થ થઈ ગયા છે.